નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે અમે લોકો લોકશાહી બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. આ પ્રદર્શનમાં લોકસભા અને રાજ્યસભાના 300 સાંસદો સામેલ થયા છે.
તેમણે આગળ કહ્યું, 'અમે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને તેમના સહયોગીઓને મળવા માગતા હતા. ચૂંટણી પંચનું કામ યોગ્ય રીતે ચૂંટણી કરાવવાનું છે, ખબર નહીં જ્ઞાનેશ કુમાર કેમ ડરી રહ્યા છે ? જો લોકસભા અને રાજ્યસભાના સાંસદોને ચૂંટણી કમિશનર નહીં મળે તો લોકશાહીનો શું અર્થ ? એક વાત હું સ્પષ્ટપણે કહું છું, કોઈ પણ બચશે નહીં, પછી ભલે તે નરેન્દ્ર મોદી હોય, અમિત શાહ, જ્ઞાનેશ કુમાર હોય કે મોહન ભાગવત. તમામ સામે કાર્યવાહી થશે, આ લોકોએ આપણા દેશને અને તમારા દેશને નુકસાન પહોંચાડ્યું છે.
ɪᴛ’s ᴡᴀʀɴɪɴɢ ⚠️ नरेंद्र मोदी, अमित शाह, ज्ञानेश कुमार, मोहन भागवत - कोई बचकर नहीं भाग पाएगा! https://t.co/HVFAH0w9jV
— Gujarat Congress (@INCGujarat) October 6, 2026
રાહુલ ગાંધીએ આગળ કહ્યું, અમે માત્ર ભાજપનો સામનો જ નહીં કરીએ, પરંતુ તેને ખતમ કરી નાખીશુંં. આપણા દેશ સાથે જે કરવામાં આવ્યું છે તે દેશદ્રોહ છે. કોઈ પણ બચી શકશે નહીં. લગભગ 300 સાંસદો ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરોને મળવા માગતા હતા, પરંતુ પોલીસે અમને અહીં જ રોકી દીધા. અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ, છતાં અમને ખબર નથી કે અમને અહીં કેમ રોકવામાં આવ્યાં છે. અમને સમજાતું નથી કે સમસ્યા શું છે. 300 સાંસદો જ્ઞાનેશ કુમારને મળવા માગે છે, જ્યારે ચૂંટણી પંચની કચેરી અહીંથી માત્ર 50 મીટર દૂર છે. વિપક્ષના 300 સાંસદો જ્ઞાનેશ કુમારને મળવા માગે છે, પરંતુ તેઓ ડરેલા છે. દેશમાં શું થઈ રહ્યું છે ? જો ચૂંટણી પંચ ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ ન મળે તો લોકશાહીનો શું મતલબ છે ?













