Sat,16 November 2024,4:18 am
Print
header

રાહુલ ગાંધીએ ગાંધીજીની પ્રિય તેવી સુતરની આંટી ન પહેરી, ભાજપ નેતાએ વીડિયો કર્યો વાયરલ- Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

  • રાહુલ ગાંધીએ સુતરની આંટી પહેરવાની ના પાડતા વિવાદ સર્જાયો
  • બરોડા એરપોર્ટ પરની ઘટના
  • ભાજપ નેતા ભરત ડાંગરે વીડિયો પોસ્ટ કર્યો

દાહોદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે દાહોદથી ચૂંટણી બ્યુગલ ફૂંક્યું છે. રાહુલ ગાંધીએ આદિવાસી સંમેલનને સંબોધન કર્યું છે. તેમણે 2022માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કર્યો છે. રાહુલ ગાંધી ગુજરાત મુલાકાત વખતે વિવાદમાં ફસાયા છે. ભાજપ નેતાએ તેમને આડે હાથ લીધા છે.

વડોદરા એરપોર્ટ પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સૂતરની આંટી પહેરવાનો ઇન્કાર કર્યો હતો.તેને લઇ રાજકારણ ગરમાયું છે. રાહુલે સૂતરની આંટી પહેરવાનો ઇનકાર કરતા ભાજપે આકરા પ્રહાર કર્યાં છે. ભાજપ નેતા ભરત ડાંગરે એક ટ્વિટ કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે બાપુની પ્રિય સુત્તરની આંટી પહેરી તો નહીં, પરંતુ પગથિયાં પર ફેંકીને બાપુનું અપમાન કર્યું છે. સત્તા લાલસું કોંગ્રેસ આ મામલે માફી માંગે.

ભાજપે નેતાએ જણાવ્યું કે ગાંધીજી ગુજરાતમાં જે ખાદી લાવ્યાં હતા, તેનું આ અપમાન છે. ફક્ત અટક હોવાને કારણે ગાંધીના ગુણ નથી હોતા તેનું આ ઉદાહરણ છે.ભાજપના અન્ય એક નેતાએ જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓને ગાંધીજીના મૂલ્યોનું કોઈ મહત્વ હોય એવું લાગતું નથી.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહથી ભાજપ ચિંતામાં છે, જેથી તેઓ ગમે તેવા મુદ્દા ઉછાળી રહ્યાં છે. નોંધનિય છે કે એરપોર્ટ પર કોંગ્રેસના નેતાએ રાહુલને સુતરની આંટી પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાહુલે ના પાડી દીધી હતી બાદમાં તેને હાથમાં લઇને પથગિયાની બાજુમાં જ મુકી દીધી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch