Fri,15 November 2024,12:02 pm
Print
header

હિમાચલ પ્રદેશમાં અદાણીના ઠેકાણે રેડની વાતને અદાણીએ ફગાવી, કહ્યું આ માત્ર રોજની પ્રક્રિયા

શિમલાઃ હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલા સિમેન્ટ વિવાદ વચ્ચે રાજ્યના આબકારી અને કરવેરા વિભાગે અદાણી ગ્રુપના વેપારી મથકો પર તપાસ કરી હતી, આ ટીમોએ બુધવારે અદાણી વિલ્મર ગ્રુપના ગોડાઉન- સ્ટોર્સ પર કાર્યવાહી કરી છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સાઉથ એન્ફોર્સમેન્ટ ઝોનની ટીમ બુધવારે મોડી સાંજે પરવાનોમાં અદાણીના ઠેકાણાંઓ પર પહોંચી હતી, જ્યાં અદાણીના રેકોર્ડની ચકાસણી કરવામાં આવી હતી.  

અદાણી વિલ્મર સામે કાર્યવાહી કરતી વખતે એક્સાઇઝ વિભાગે કંપનીના પરવાનો વેરહાઉસની તપાસ કરી હતી અને દસ્તાવેજોની તપાસ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્સ પેમેન્ટને લઈને અદાણી વિલ્મર ગ્રુપ પર શંકાની સોય અટકી છે. આવી સ્થિતિમાં હિમાચલમાં અદાણી જૂથને સરકારી એજન્સીઓની તપાસનો સામનો કરવો પડી શકે છે. જો કે અદાણીએ કહ્યું છે કે અમારા કોઇ ઠેકાણાંઓ પર દરોડા નથી, આ માત્ર નિયમિત તપાસની પ્રક્રિયા છે, અધિકારીઓ પહેલા પણ અહીં આવતા જ હતા.

હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપની કુલ 7 કંપનીઓ કામ કરી રહી છે. અદાણી જૂથની આ કંપનીઓ રાજ્યમાં ફ્રૂટ સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજ ચેઈન ફેસિલિટીમાંથી કરિયાણાના પુરવઠામાં મોટો હિસ્સો ધરાવે છે. રાજ્યમાં સિવિલ સપ્લાયથી માંડીને પોલીસ વિભાગમાં માલસામાનની સપ્લાયની કામગીરી પણ અદાણી ગ્રુપ દ્વારા જ થાય છે. કોંગ્રેસે અદાણી સામે મોરચો ખોલી દીધો છે, આવી સ્થિતિમાં રાજ્યની કોંગ્રેસ સરકાર અદાણી જૂથ અંગે શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch