Sun,17 November 2024,4:52 pm
Print
header

વિરામ બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયું વરસાદનું આગમન, જાણો કયા જિલ્લાઓમાં પડ્યો વરસાદ?

જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો જૂનાગઢના માળીયા હાટીના, કેશોદ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. માળીયા તાલુકા આસપાસમાં પહેલા વરસાદમાં વાવણી થઇ હતી કેશોદ, આસપાસના વિસ્તારોમાં  વરસાદ થયો છે. 
 
વેરાવળના કોડીદ્રા, પંડવા, ભેટાળી, માથાસુરીયા લુભા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડ્યો છે. વિરામ બાદ ફરી વરસાદના આગમનથી મગફળી, સોયાબીન જેવા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોની ચિંતા હળવી થઇ છે. દીવ, કોડીનાર અને ઉનામા વરસાદ શરૂ થયો છે. કેસરિયા, સોનારી, કાજરડી, તડ, ડોળાસા, દેવળી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. આ બાજુ દ્વારકાના ખંભાળિયામાં વરસાદી માહોલ છે. અમરેલીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. નવસારી અને વલસાડમાં બે સપ્તાહ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે નવસારી અને વલસાડમાં વરસાદ શરૂ થયો છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા સર્કિટ હાઉસ ટાવર રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સુરતમાં આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. વેસુ, યુનિવર્સિટી રોડ, મગદલ્લા ડુમસ રોડ પર વરસાદ પડ્યો હતો. વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીમાંથી રાહત મળી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch