Thu,14 November 2024,11:03 pm
Print
header

રાજસ્થાન હાઇવે પર 3 ટ્રકો અથડાતા લાગી આગ, 5 લોકો અને 12 પશુઓ જીવતા ભૂંજાયા

એક પછી એક 3 ટ્રકો અથડાતાં ભીષણ અકસ્માત

આગને કારણે 5 લોકો અને 12 પશુઓનાં મોત

રાજસ્થાનઃ જયપુર-અજમેર નેશનલ હાઈવે પર એક પછી એક 3 ટ્રકો અથડાતાં ભીષણ આગ લાગી હતી. ભીષણ આગની ઝપેટમાં આવતા 5 લોકોનાં મોત થયા હતા અને 12 પશુઓ પણ જીવતા ભૂજાયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે જણાવ્યું કે આગ એટલી ગંભીર હતી કે એક ટ્રકમાં ડ્રાઇવર અને હેલ્પરને બચવાની તક પણ મળી ન હતી.

આ અકસ્માત જયપુર-અજમેર હાઈવે પર ડુડુ પાસે થયો હતો. અકસ્માત બાદ હાઇવે પર થોડા કલાકો સુધી ટ્રાફિકજામ થયો હતો. પોલીસે જણાવ્યું કે એક ટ્રકમાં પશુઓ હતા, જેમાંથી કેટલાક જીવતા સળગી ગયા હતા. ઘટનાને પગલે ડૂડૂ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સના જવાનો અને હોમગાર્ડ આગને કાબૂમાં લેવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે હાઇવે પર રામનગર ખાતે બે ટ્રક રોકાઈ હતી જ્યારે અજમેર તરફ જતી અન્ય એક ટ્રકે કાબૂ ગુમાવ્યો હતો અને એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રકમાં ડીઝલ ટાંકી અને CNG કીટ લગાવવામાં આવી હતી, જેને કારણે મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે અન્ય ટ્રકોમાં ફીટ કરેલી ડીઝલની ટાંકી પણ ફાટી ગઈ હતી. વિસ્ફોટને કારણે પાંચ લોકોનાં મોત થયા હતા,જ્યારે 12 પશુઓનાં મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch