Mon,18 November 2024,5:48 am
Print
header

રાજસ્થાનઃ પાંચ બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છૂપાયા, કોઠી ખોલતા જ માતાનું કાળજું ફાટી ગયું

રાજસ્થાનઃ બિકાનેરમાં ખૂબ જ દુઃખદ ઘટના બની છે. એક સાથે પાંચ બાળકોનાં મોત થયા છે તમામ બાળકોના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. પાંચેય બાળકો રમતાં રમતાં અનાજ ભરવાની કોઠીમાં છુપાયા હતા જે બાદમાં કોઠીનું ઢાંકણું બંધ થઈ જતાં તમામનાં મોત થઇ ગયા હતા. બધા મૃતકોની ઉંમર ત્રણ વર્ષથી આઠ વર્ષ વચ્ચે છે. જે કોઠીમાં બાળકોનાં મોત થયા તે ખાલી હતી બાળકો રમતાં રમતાં એક પછી એક કોઠીની અંદર ઉતર્યાં હતા. દરવાજો બંધ થઈ જતાં તમામ બાળકો અંદર ફસાયા હતા.

ભીયારામ અને તેમની પત્ની ખેતરમાં કામ કરવા માટે ગયા હતા. બપોરે અઢી વાગ્યે બંને પાછા આવ્યાં હતા. ભીયારામ ઘરમાં બેઠા હતા અને તેમની પત્નીએ બાળકોની શોધખોળ ચાલુ કરી હતી. બાળકો ન મળતા તેણીએ ઘરના આંગણામાં રાખેલી અનાજ ની કોઠી ખોલી હતી. કોઠી ખોલતા જ તેણીનું કાળજું ફાટી ગયું હતું. પાંચેય બાળકો બેભાન અવસ્થામાં પડ્યા હતા. બૂમાબૂમ સાંભળીને આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતા.

જે બાદમાં દેવારામ (ઉં.વ. 4), રવિના (ઉં.વ. 7 ), રાધા (ઉં.વ.5) પૂનમ (ઉં.વ. 8) અને માલીને તાત્કાલિક સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. ફરજ પરના ડૉક્ટરોએ તમામ બાળકોને મૃત જાહેર કર્યાં હતાં ત્યારે આ ઘટનાથી આખા ગામમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch