Sat,16 November 2024,7:47 am
Print
header

હું રડતી નથી કારણ કે.. આત્મહત્યા કરનાર ડૉ. અર્ચનાની 8 વર્ષની દીકરીએ લખ્યો રડાવી નાખે તેવો પત્ર- Gujarat Post

જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લાના લાલસોટ સબડિવિઝન હેડક્વાર્ટર ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલની લેડી ડોક્ટર અર્ચના શર્માની 8 વર્ષની પુત્રી શ્યામભવી ઉપાધ્યાયને હજુ પણ ખબર નથી કે તેની માતા હવે આ દુનિયામાં નથી. પુત્રીએ તેની માતા માટે એક ભાવનાત્મક પત્ર લખ્યો છે, જેમાં તે કહી રહી છે કે હું રડતી નથી કારણ કે જ્યારે હું રડું છું ત્યારે બધા રડવા લાગે છે. તેને તેની માતાના 5 નામ આપ્યાં છે, પરંતુ માસૂમ પુત્રીને ખબર પણ નથી કે માતા કોઈ નામ સાથે પાછી આવવાની નથી. જ્યારે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે દીકરી શ્યામભવી ઉપાધ્યાયના પિતા ડૉ.સુનીત ઉપાધ્યાયને ખબર ન હતી કે તેમની દીકરીએ તેની માતાને એક લાગણીશીલ પત્ર લખ્યો છે.

તેના પિતાને આ વાતની જાણ થતાં જ પુત્રીએ તેની માતાને લખેલો પત્ર મોબાઈલમાં વાંચીને રડવા લાગ્યા હતા. તે કહે છે મારી દીકરી ત્રણ દિવસથી તેની દાદી સાથે જયપુરમાં છે. હંમેશા આવું કંઈક લખવાનું કામ કરે છે. ક્યારેક દાદીના નામે, ક્યારેક મારા નામે, ક્યારેક તેની માતાના નામે, આ રીતે તે પત્રો લખતી રહે છે. તેની કાકીને કોઈએ પૂછ્યું હતું કે તમારી બહેનની દીકરી કેવી છે, તો તેણે આ પત્ર મોકલ્યો અને કહ્યું કે જુઓ, તેણે આ પત્ર ઝારખંડમાં તેના એક મિત્રને મોકલ્યો હતો જ્યાંથી તે વાયરલ થયો હતો.

નોંધનિય છે કે રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલી આનંદ હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન એક  પ્રસુતાનું મોત થયું હતું. તેનાથી નારાજ તેના સંબંધીઓએ મૃતદેહ સાથે કલાકો સુધી ધરણા કર્યાં હતા. પરિજનોએ લેડી ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.હોસ્પિટલ સંચાલક વિરૂદ્ધ 302માં કેસ નોંધવા માટે સંમત થયા હતા. ડૉ.અર્ચના શર્મા અને તેમના પતિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.જેને કારણે ડો.અર્ચનાએ આપઘાત કરી લીધો હતો. ડો.અર્ચના શર્માને એક 8 વર્ષની પુત્રી અને 15 વર્ષનો પુત્ર છે.

મૃત્યુ પહેલા ડોક્ટર અર્ચના શર્માએ સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. નોટમાં ડૉ. શર્માએ લખ્યું હતું કે 'હું મારા પતિ અને બાળકોને ખૂબ પ્રેમ કરું છું.મહેરબાની કરીને મારા પરિવારને ખલેલ પહોંચાડશો નહીં. મેં કંઈ ખોટું કર્યું નથી. મેં કોઈને માર્યા નથી. મારા મૃત્યું પછી મારી નિર્દોષતા સાબિત થશે. નિર્દોષ ડૉક્ટરને હેરાન કરશો નહીં પ્લીઝ...લવ યુ...કૃપા કરીને મારા બાળકોને માતાની કમી અનુભવવા ન દેતા.'

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch