Wed,30 October 2024,8:54 am
Print
header

ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ

રાજસ્થાનઃ ધનતેરસના તહેવાર પર રાજસ્થાનના સિકર જિલ્લાના લક્ષ્મણગઢ પાસે એક ભયાનક અકસ્માત થયો છે,જેમાં 12 લોકોનાં મોત થઇ ગયા છે અને 25 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઓવર સ્પિડમાં જઇ રહેલી બસ એક બ્રિજ પાસેની દિવાલ સાથે ટકરાઇ હતી અને આ અકસ્માત થયો હતો, સ્થાનિક લોકોએ બચાવ કામગીરી કરી હતી અને પોલીસ કાફલો પણ અકસ્માત સ્થળે પહોંચી ગયો છે. એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મૃતકોમાં પાંચ મહિલાઓ પણ સામેલ છે.

બસ સુજાનગઢથી સાલાસર-લક્ષ્મણગઢથી નવલગઢ જઇ રહી હતી

અકસ્માત પર મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શોક વ્યક્ત કર્યો છે. કહ્યું કે આ અકસ્માત દુઃખદ અને હૃદયદ્રાવક છે, મૃતકોના શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch