Thu,19 September 2024,5:45 am
Print
header

વીડિયો...ભાજપના આ નેતાનો મહિલા સાથેનો વિવાદીત વીડિયો જોરદાર વાઇરલ, મહિલાને કરી રહ્યાં છે અડપલા

રાજસ્થાનઃ ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવ્યાં છે, આ વખતે ઉદેપુર દેહાતના લઘુમતી મોરચાના પ્રમુખ નાથેખાનનો એક વીડિયો જોરદાર વાઇરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ એક રુમમાં મહિલા સાથે દેખાઇ રહ્યાં છે, અર્ધનગ્ન હાલતમાં આ નેતાજી મહિલાને અડપલાં પણ કરી રહ્યાં છે.

9 સપ્ટેમ્બરની રાત્રે કુરાબડ બંબોરા વિસ્તારમાં એક વોટ્સએપ ગ્રુપમાં નાથેખાનના મોબાઈલ નંબર પરથી જ આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ગ્રુપમાંથી વીડિયો અન્ય ગ્રુપોમાં વાઇરલ થયો હતો, જ્યારે નાથેખાનને મીડિયાએ આ વીડિયો માટે પૂછ્યું તો તેમને કહ્યું કે આ વીડિયોમાં મારી પત્ની છે અને મને બદનામ કરવા માટે આ કૃત્ય કરવામાં આવ્યું છે. મારા વિરોધીઓનું આ એક ષડયંત્ર છે.

જો કે આ વીડિયોમાં દેખાતી મહિલા તેમની પત્ની નહીં પરંતુ અન્ય કોઇ સ્ત્રી હોવાનું સ્થાનિકોનું કહેવું છે, વીડિયો વાઇરલ થયા પછી ભાજપે તેમને પદ પરથી હટાવી દીધા છે, આ મામલે હવે વિપક્ષે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે, કારણ કે પહેલા પણ ભાજપના નેતાઓની આવી કરતૂતો સામે આવી ચૂકી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch