Sat,21 September 2024,5:52 am
Print
header

કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા, આ વર્ષે 22 વિદ્યાર્થીઓએ ગુમાવ્યાં જીવ

રાજસ્થાનઃ રવિવારે કોટામાં NEETની તૈયારી કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ આ વર્ષે કોટામાં મૃત્યું પામેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે બંને ઘટનાઓ ચાર કલાકના ગાળામાં બની હતી. પોલીસના જણાવ્યાં અનુસાર અવિશકાર શંબાજી કાસલે (ઉ.વ-17) એ જવાહર નગરમાં તેના કોચિંગ સેન્ટર બિલ્ડિંગના છઠ્ઠા માળેથી બપોરે લગભગ 3.15 વાગ્યે કૂદકો માર્યો હતો. પરીક્ષા આપ્યાં બાદ તેણે આ પગલું ભર્યું હતું. વિજ્ઞાન નગરના સીઓ ધરમવીર સિંહે જણાવ્યું કે સંસ્થાનો સ્ટાફ કાસલેને હોસ્પિટલ લઈ ગયો હતો.પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું હતું.

કાસલેના મૃત્યુનાં ચાર કલાક પછી આદર્શ રાજે (ઉ.વ-18) ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે આદર્શ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો, તેણે રવિવારે સાંજે લગભગ 7 વાગે કુન્હાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ભાડાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

કુણહડીના સીઓ કેએસ રાઠોડે જણાવ્યું હતું કે જ્યારે આદર્શની બહેન અને પિતરાઈ ભાઈ સવારે 7.30 વાગ્યાની આસપાસ ફ્લેટ પર પહોંચ્યા હતા. ત્યારે તેઓએ રૂમનો દરવાજો તોડી નાખ્યો, જે અંદરથી બંધ હતો. તેઓએ જોયું તો આદર્શ ફાંસી પર લટકતો હતો.આદર્શ રાજને જ્યારે નીચે લાવવામાં આવ્યો ત્યારે તેઓ શ્વાસ લઈ રહ્યો હતો. પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થઇ ગયું હતુ.

એક વિદ્યાર્થી મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી હતો

અવિશકાર કાલસે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી હતો અને ત્રણ વર્ષથી કોટામાં NEET UGની તૈયારી કરી રહ્યો હતો. તે તલવંડી વિસ્તારમાં ભાડાના રૂમમાં તેના દાદા-દાદી સાથે રહેતો હતો. પોલીસે જણાવ્યું કે કલસેના માતા-પિતા મહારાષ્ટ્રની એક સરકારી શાળામાં શિક્ષક છે.

બીજો વિદ્યાર્થી બિહારના રોહતાસનો હતો

બિહારના રોહતાસ જિલ્લાનો રહેવાસી આદર્શ રાજ છેલ્લા એક વર્ષથી કોટાના એક કોચિંગ સેન્ટરમાં NEET UGની તૈયારી કરી રહ્યો હતો. તે તેની બહેન અને પિતરાઈ ભાઈ સાથે ભાડાના 2BHK ફ્લેટમાં રહેતો હતો, જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યાં અનુસાર, કોઈપણ વિદ્યાર્થીના રૂમમાંથી કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. વિજ્ઞાન નગરના સીઓએએ જણાવ્યું કે, કસલે બપોરના સત્રમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના ત્રીજા માળે નિયમિત પરીક્ષા માટે હાજર થયો અને તે પછી તરત જ બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી ગયો હતો.

રૂટીન ટેસ્ટમાં ઓછા નંબર આવ્યાં

અન્ય વિદ્યાર્થીઓની હાજરીમાં કાલસે છઠ્ઠા માળે કેવી રીતે ગયો તેની તપાસ કરવામાં આવશે, પોલીસે જણાવ્યું હતું. સીઓએ જણાવ્યું હતું કે, કસલેની આત્મહત્યા સંસ્થામાં નિયમિત પરીક્ષાઓમાં તેના ઓછા માર્કસને કારણે હોઈ શકે છે કારણ કે તે અગાઉ સારા માર્ક્સ મેળવતો હતો, પરંતુ છેલ્લી પરીક્ષામાં તેણે 575માંથી માત્ર 288 માર્ક્સ મેળવ્યાં હતા.

આ વર્ષે 22 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા

કોટા શહેરના એએસપી ભગવત સિંહ હિંગડે કહ્યું કે આદર્શને રૂટીન ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવી રહ્યાં હતા, તે આનાથી ચિંતિત હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો હતો. બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ તેમના માતા-પિતાના આગમન બાદ  કરવામાં આવશે. કાસલે અને રાજની આત્મહત્યાથી કોટામાં જ કોચિંગ વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યાની કુલ સંખ્યા 22 થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ બંકરે કોચિંગ સેન્ટરોને આગામી બે મહિના સુધી કોઈ પરીક્ષા ન લેવાનો આદેશ આપ્યો છે. તમામ રૂમમાં સ્પ્રિંગ-લોડ પંખા રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch