Fri,15 November 2024,9:51 pm
Print
header

રાજસ્થાન: માર્ગ અકસ્માતમાં 7 ગુજરાતી યાત્રાળુઓનાં મોત, 25થી વધુ ઘાયલ, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ- Gujarat Post

જયપુરઃ રાજસ્થાનના પાલી જિલ્લામાં શુક્રવારે રાત્રે એક માર્ગ અકસ્માતમાં દાંતા તાલુકાના કૂકડી ગામના 7 યાત્રાળુઓનાં મોત નીપજ્યાં છે, યાત્રાળુઓ ટ્રેક્ટર લઈને રાજસ્થાનના રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. 25થી વધુ લોકો ઘાયલ થયા છે, સુમેરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જના જણાવ્યાં અનુસાર એક ટ્રેક્ટર ટ્રોલી અને ટ્રેલર એકબીજા સાથે ટકરાયા હતા. રાજસ્થાનના પાલી હાઇવે પર રોંગ સાઈડથી આવતી ટ્રેલરે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી છે, વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજસ્થાનના પાલીમાં થયેલો અકસ્માત દુ:ખદ છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch