Sun,17 November 2024,5:01 pm
Print
header

UP, MP, RAJASTHAN માં વીજળી પડવાથી 65 લોકોનાં મોત, જાણો PM મોદીએ શું કરી મદદ

નવી દિલ્હીઃ દેશમાં વરસાદની સિઝન કેટલાક પરિવારો પર દુ:ખનો પહાડ બની ગઇ છે.ઉત્તર ભારતમાં ચોમાસાના આગમન બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. જેમાં  યુપી, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસાદની સાથે વીજળી પડવાને કારણે 65 થી વધારે લોકોનાં મોત થઇ ગયા છે. આકાશી આફત લોકોના જીવ લઈ રહી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં વીજળી પડવાને કારણે 65 લોકોના મોત થતા પીએમ મોદીએ આ ઘટના પર સંવેદના વ્યક્ત કરી છે, સાથે જ વળતર આપવાનું પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વિટ કરીને જાણકારી આપી છે. PMNRFમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. 

યુપીના પ્રયાગરાજમાં કુલ 14 મોત, દેહાત અને ફતેહપુરમાં 5, કૌશાંબીમાં 4 મોત, ફિરોઝાબાદમાં 3, ઉન્નાવ-હમીરપુર- સોનભદ્રામાં 2 - 2 મોત અને કાનપુરના પ્રતાપગઢ, હરદોઈ અને મિર્ઝાપુરમાં 1-1 વ્યક્તિઓના મોત થઇ ગયા છે.જયપુરમાં સેલ્ફી લેતી વખતે વીજળી પડતા 11 લોકોના મોત થયા છે મધ્યપ્રદેશમાં 7 લોકોના મોત થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch