Sat,21 September 2024,3:13 am
Print
header

માનવતા મરી પરવાડી...રાજસ્થાનમાં પતિએ ગર્ભવતી પત્નીના કપડાં કાઢીને આખા ગામમાં ફેરવી

મુખ્યમંત્રીએ તાત્કાલિક આપ્યાં તપાસના આદેશ

રાજસ્થાનઃ પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવાડ વિસ્તારના પહાડા ગામમાં માનવતાને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. એક સગર્ભા સ્ત્રીને નગ્ન કરીને ગામમાં ફેરવવામાં આવી હતી.મહિલાના પતિએ મહિલાને ગામ લોકોની સામે લગભગ એક કિલોમીટર સુધી દોડાવી હતી. આ ઘટના 31મી ઓગસ્ટની હોવાનું કહેવાય છે. સીએમ અશોક ગેહલોતે મામલાની ગંભીરતાને જોતા તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં છે.

1 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવ્યાં બાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. પોલીસે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરીને 8 આરોપીઓની ઓળખ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં પતિ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસો પહેલા મણિપુરમાંથી પણ એક મહિલાની નગ્ન કરીને ફેરવાનો મામલો સામે આવ્યો હતો, જેની સમગ્ર દેશમાં નિંદા થઈ હતી.

ગજેન્દ્ર સિંહ શેખાવતનું નિવેદન

ગજેન્દ્ર સિંહ શેખાવતે આ સંદર્ભમાં ટ્વીટ કર્યું હતું કે હવે રાજસ્થાનમાં મહિલાઓ પર અમાનવીયતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. ધારિયાવાડમાં મહિલાને નગ્ન કરીને માર મારવામાં આવ્યો, જેનો વીડિયો વાયરલ, પરંતુ મહિલા સુરક્ષાના ઉંચા દાવા કરનારા ગેહલોતજી કયા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી છે ? બે દિવસ વીતી ગયા અને પોલીસે રિપોર્ટ પણ કર્યો નથી. કોંગ્રેસનો દંભ પણ હવે નગ્ન થઈ ગયો છે. રાહુલ ગાંધી ક્યાં છે ? ધરિયાવાડ ક્યારે આવશે ? અમે ક્યારે અશોક ગેહલોત પાસેથી રાજીનામું માંગીશું અને રાજસ્થાનમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરીશું ?

જાણો શું છે આખો મામલો ?

પોલીસ મોડી રાત્રે ધારિયાવાડ, પરસોલા અને દેવગઢ પોલીસ સ્ટેશનના જબાતે ગામ પહોંચી હતી અને વીડિયોને આધારે ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. જે મહિલા સાથે આ શરમજનક ઘટના બની છે તેના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. 30 ઓગસ્ટના રોજ આ જ ગામના અન્ય વિસ્તારના એક યુવકે આ મહિલાને ભગાડી ગયો હતો. 31 ઓગસ્ટના રોજ મહિલાના સાસરિયાઓએ બંનેને પકડી લીધા હતા. આ પછી પતિએ મહિલાને પકડી લઇને ગામ લોકોની સામે નગ્ન કરીને ફેરવી હતી.

સતીશ પુનિયાએ મહિલાઓ વિરુદ્ધ અપરાધ અંગે પ્રશ્નો ઉઠાવ્યાં હતા

વાયરલ વીડિયોમાં મહિલા રડી રહી છે, તેને છોડી દેવાની વિનંતી કરી રહી છે. પરંતુ પતિ તેને બળજબરીથી ભીડમાં લઈ જાય છે અને આખા ગામની આસપાસ લઈ જાય છે. દરમિયાન ગામના ઘણા લોકો હાજર હોય છે, પરંતુ તેને કોઈ રોકતું નથી અને ઘણા લોકોએ તેનો વીડિયો બનાવ્યો હતો. આ મામલે વિપક્ષના નાયબ નેતા સતીશ પુનિયાએ રાજ્યમાં મહિલાઓ સામેના ગુના અંગે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગુનેગારોનું મનોબળ ઉંચુ છે અને ગુનેગારો નિર્ભય બની ગયા છે, તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.

સીએમે કહ્યું કે આરોપીને સજા આપવામાં આવશે

આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું છે કે, પ્રતાપગઢ જિલ્લામાં પિહાર અને સાસરિયાઓ વચ્ચેના પારિવારિક વિવાદમાં સાસરિયાઓ દ્વારા મહિલાની છેડતી કરવાના મામલે ADG ક્રાઈમને પોલીસ મહાનિર્દેશકને મોકલવામાં આવ્યાં છે.આ મામલે કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે.સંસ્કારી સમાજમાં આવા ગુનેગારો માટે કોઈ સ્થાન નથી.આ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને સજા કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch