Sat,16 November 2024,5:05 am
Print
header

રાજીવ ગાંધીનો હત્યારો પેરારીવલન 31 વર્ષ બાદ થશે જેલમાંથી મુક્ત- Gujarat Post

નવી દિલ્હીઃપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહેલા એજી પેરારીવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ શ્રીલંકાના નાગરિક નલિની શ્રીહરન, મારુગન સહિત આ કેસમાં અન્ય 6 દોષિતોની મુક્તિની આશા જાગી છે.રાજીવ ગાંધી હત્યા કેસમાં 7 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યાં હતા. દોષિતોને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જો કે વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તેને આજીવન કેદમાં બદલી નાખી હતી.

કલમ 142 વિશેષાધિકાર હેઠળ ચૂકાદો

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કલમ 142 હેઠળ છૂટા કરવાના વિશેષાધિકાર હેઠળ આપ્યો છે. રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ વચ્ચે દયાની અરજી પેન્ડિંગ છે ત્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે કેન્દ્રીય કાયદા અંતર્ગત દોષિત ઠેરવ્યાં બાદ શખ્સની સજામાં છૂટ, માફી અને દયા અરજી પર ફક્ત રાષ્ટ્રપતિ જ નિર્ણય કરી શકે છે. 

10 મેના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં 9 માર્ચે પેરારિવલનને જામીન આપ્યાં હતા. અરજીમાં કહ્યું હતું કે તે 31 વર્ષથી જેલમાં છે અને તેને મુક્ત કરવામાં આવે.2008 માં તમિલનાડુ કેબિનેટે તેમને મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ રાજ્યપાલે આ મામલો રાષ્ટ્રપતિને મોકલ્યો, ત્યારથી મુક્તિનો મામલો પેન્ડિંગ હતો. 10મી મેના રોજ સુપ્રીમે આ મામલે સુનાવણી કર્યા બાદ ચૂકાદો અનામત રાખ્યો હતો. જે બાદ કોર્ટે બુધવારે મુક્ત કરવાનો નિર્ણય સંભળાવ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch