Sat,16 November 2024,9:17 pm
Print
header

માતા-પિતા રહેજો સતર્ક, રાજકોટમાં 10 વર્ષની બાળકીએ કરી લીધો આપઘાત- Gujarat Post

ક્રાઇમ પટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરીયલ જોઇને ભર્યું આ પગલુંઃ પિતરાઇ બહેન

રાજકોટઃ ટીવી સિરીયલ જોઇને 10 વર્ષની એક બાળકીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. શહેરના રામનાથપરા નજીક રહેતી 10 વર્ષની બાળકીએ ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનો આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે.બાળકી 5માં ધોરણમાં અભ્યાસ કરતી હતી.આ અંગે તેની બહેને જણાવ્યું કે બહેન ટીવી પર ક્રાઇમ પટ્રોલ અને સાવધાન ઇન્ડિયા નામની સિરીયલ જોતી હતી.જેથી તેમાંથી આપઘાત કરવાનું શીખી હશે.

ધાર્મિક પ્રસંગ હોવાથી માતા-પિતા જમવા ગયા હતા. બંને પિતરાઈ બહેનો ઘરે એકલી હતી. આ સમયે મોટી બહેન નીચે હતી અને નાની બહેન ઘરના ઉપરના રૂમમાં એકલી હતી. આ સમયે નાની બહેને હુકમાં દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. આપઘાતનું કારણ હજુ અકબંધ છે. બાળકી બે બહેનો અને એક ભાઈમાં સૌથી મોટી હતી. તેનો પિતા કડીયા કામની મજૂરી કરે છે. પરિવારના સભ્યો નાનામવા ચોકડી પાસે સંબંધીને ત્યાં પ્રસંગમાં જવા નીકળ્યાં હતા બાળકીએ સાથે આવવાનું પૂછતા તેને ના પાડી હતી અને તે એકલી ઘરે રોકાઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ પરત આવીને દરવાજો ન ખુલતા પાછળના ભાગે બારીમાંથી જોયું તો તેમની પુત્રી લટકતી હાલતમાં જોવા મળી હતી.જેને કારણે દરવાજો તોડી તેને બહાર કાઢી તત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.અહીં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પોલીસે ઘટના સ્થળ પર આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch