Sat,16 November 2024,6:29 am
Print
header

રાજકોટઃ દોઢ વર્ષ સુધી 12 વર્ષની કિશોરી પર 2 શખ્સોએ આચર્યું દુષ્કર્મ, પેટમાં દુઃખાવો થતા ફૂટ્યો ભાંડો- Gujarat Post

રાજકોટઃ કોઠારિયા રોડ પર બે શખ્સોએ દોઢ વર્ષ સુધી 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ  આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આજીડેમ ચોકડી પાસે માનસરોવરમાં રહેતાં મૂળ બિહારના બે શખ્સોએ કોઠારીયા વિસ્‍તારમાં રહેતી 12 વર્ષની કિશોરીને હવસનો શિકાર બનાવી હતી. બંને શખ્સ કિશોરી સાથે છેલ્લા દોઢ વર્ષમાં અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. કિશોરીને પેટમાં દુખાવો થતા માતા હોસ્પિટલ લઇ જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કિશોરીને 7 મહિનાનો ગર્ભ રહ્યો હતો. આજીડેમ પોલીસે ગુનો નોંધીને બંને શખ્સોની ધરપકડ કરી છે.

કોઠારીયા રોડ વેલનાથપરામાં રહેતાં અને મજૂરી કરતાં બિહારના વરૂણ પ્રદિપ ઠાકુર અને અમનસિંગ રાઘવેન્‍દ્ર રાજપૂત સામે IPL 376(2), (N), 376(3), 114 તથા પોક્‍સો એક્‍ટ 5(જે) (2) તથા 6 અને એટ્રોસિટી એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધ્‍યો છે. જેમાં એક 22 વર્ષનો અને બીજો 24 વર્ષનો શખ્સ છે. સગીરાના પેટમાં રહેલાં બાળકની જાણ કરવા DNA ટેસ્‍ટ કરાવવામાં આવશે.

માતા છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પિતા બીમાર હોવાથી તે વતનમાં જ રહે છે. કિશોરીને પેટમાં દુઃખાવો ઉપડતાં તબીબે તપાસ કરતાં પેટમાં 7 માસનો ગર્ભ હોવાનું બહાર આવતા માતા ચોંકી ગઇ હતી દીકરીની પૂછપરછ કરતા તેને જણાવ્યું કે પડોશમાં રહેતાં વરૂણ ઠાકુર અને અમનસિંગ રાજપૂત બળજબરીથી બળાત્‍કાર ગુજારતા હતાં. બંને આરોપીઓ સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch