Sat,16 November 2024,3:27 pm
Print
header

ACB ના હાથે વધુ એક બાબુ ઝડપાયા, રાજકોટમાં પાણી પુરવઠા- ગટર વ્યવસ્થા બોર્ડ પેટા વિભાગના કર્મચારી પર સકંજો- Gujarat Post

રાજકોટઃ એસીબીના હાથે વધુ એક લાંચિયા કર્મચારી ઝડપાયા છે. ફરીયાદીનું વિંછીયા તાલુકાના અજમેરપરામાં આરસીસી પંપ 50,000 લીટર તથા 2-2 મીટર સાઇઝનું પંપ હાઉસ અને 3250-પીવીસી પાઇપલાઇન નાખવાના કામનું ટેન્ડર મંજૂર થયું હતું, જેમાં રૂ.6,48,000નું કામ તા.29.11.2021 ના રોજ પૂરું કર્યુ હતુ.પ્રથમ બીલની રકમ રૂ.2,80,175 કંપનીના બીઓબીના બેંક એકાઉન્ટમાં જમા થઇ હતી.બીજુ બીલ રૂ. 3,01,881 હતુ જે બાબતે કર્મચારીએ લાંચ માંગી હતી.

આરોપી સંદીપ હેમચંદ્ર જોષી, ના.કા.ઇ, વર્ગ-2 પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પેટા વિભાગ વિંછીયા, વધારાનો ચાર્જ જસદણ કચેરી, જી-રાજકોટે આ કેસમાં લાંચ માંગી હતી. ફરીયાદીને ઓફીસે બોલાવીને બિલ તથા સીક્યુરીટી ડિપોઝીટ રીલીઝ કરવા 7 ટકા લેખે પ્રથમ રૂ.45,000 ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂપિયા 25,000 આપવાનું નક્કી કર્યુ હતું, ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, ફરીયાદને આધારે તા.11.02.2022 ના રોજ કર્મચારી લાંચના છટકામાં આવી ગયા હતા. આરોપીએ પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરીને ફરીયાદી પાસેથી રૂ.25,000 ની લાંચ માંગી હતી. 

આરોપી રેસકોર્ષ રીંગ રોડ, એરપોર્ટ રોડ તરફ જવાના રસ્તાની સામેના ગેઇટ પાસે લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી, પીઆઇ, રાજકોટ ગ્રામ્ય એસીબી, સુપરવિઝન અધિકારી એ પી જાડેજા મદદનીશ નિયામક રાજકોટ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch