રાજકોટઃ વિંછીયા પી.જી.વી.સી.એલના વર્ગ-2 અધિકારીને ACBએ લાંચ લેતા ઝડપી લીધા છે. ફરીયાદી વીજ લાઇન પર ડાયરેકટ તાર નાંખીને વીજ ચોરી કરી હતી. જેમાં તેનો ગુન્હો દાખલ કરીશ, પાંચ લાખ રૂપિયાનો દંડ તથા જેલની સજા કરાવવાનો અધિકારીએ ડર બતાવ્યો હતો, અધિકારીએ કહ્યું કે જો ગુન્હો દાખલ ન થવા દેવો હોય તો રૂ.2,00,000 નો વહીવટ કરવો પડશે. જે અંગે ફરીયાદીએ રકઝક કરીને રકમ ઓછી કરવા જણાવ્યું હતું. રકઝકને અંતે રૂ.80,000 કર્યાં અને છેલ્લે રૂ.60,000 માં નક્કિ થયું હતુ, આ લાંચ દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલા, નાયબ ઇજનેર, પી.જી.વી.સી.એલ. વિંછીયા વર્ગ-2 એ માંગી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ નોંધાવી હતી, જેને આધારે વિંછીયા ખાતે ગોઠવેલા લાંચના છટકામાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.60,000 ની લાંચની રકમ માંગી હતી, સત્યજીત સોસાયટી, વિંછીયામાં સ્વીકારેલી રકમ આરોપી અજય ઝવેરભાઇ ડાભી (વહીવટદાર) ઝડપાય ગયો છે. આરોપીને લાંચ સ્વીકારતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ આરોપીઓને ડિટેઈન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, રાજકોટ ગ્રામ્ય એસીબી, સુપરવિઝન અધિકારી બી.એલ.દેસાઇ, મદદનીશ નિયામક સહિતની એસીબીની ટીમે ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32