Sat,16 November 2024,1:57 pm
Print
header

Big News- રાજકોટ CP મનોજ અગ્રવાલ 15 ટકા કમિશન લઇને દબાયેલા રૂપિયા કઢાવી આપે છેઃ ધારાસભ્ય- Gujarat Post

- ભાજપના રાજમાં અધિકારીઓ બેફામ 

- લોકોને દબાવીને પડાવી રહ્યાં છે રૂપિયા !

- વસૂલીનું કામ કરી રહી છે પોલીસ !

રાજકોટઃ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર સનસનીખેજ આક્ષેપ કરતા પોતાની જ ભાજપ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં છે, તેમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મામલે તપાસની માંગ કરી છે, ધારાસભ્યનો આરોપ છે કે પોસીસ કમિશનર મનોજ અગ્રવાલ ડૂબેલા નાણાં કઢાવી આપવા માટે 15 ટકા સુધીનું કમિશન વસૂલે છે, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીઓની સંડોવણી હોવાનું તેમને કહ્યું છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલના આક્ષેપ છે કે થોડા સમય પહેલા મહેશભાઇ નામના ઉદ્યોગપતિ સાથે ચિટીંગ થયું હતુ અને તેમના 15 કરોડ રૂપિયા કઢાવવાના નામે અગ્રવાલે 75 લાખ રૂપિયા એક પીઆઇ મારફતે આ ઉદ્યોગપતિ પાસેથી પડાવી લીધા હતા, પોલીસ એક રીતે ગુંડાઓનું કામ કરી રહી હોવાના આરોપ ભાજપના જ ધારાસભ્યએ લગાવ્યાં છે.

રાજકોટના જેસીપી ખુર્શીદ અહેમદે આ મામલે કહ્યું છે કે આ કેસની તપાસ કરાશે, જો કે તેઓ મીડિયાને યોગ્ય જવાબ આપી શક્યા નથી, તેમના સિનિયર અધિકારી સામેની ફરિયાદમાં તેઓ દબાઇ ગયા હોય તેમ લાગી રહ્યું છે. 

ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું કે લોકો ડરતા હોવાથી કોઇ ફરિયાદ કરતું નથી, પરંતુ મે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે, આ મામલે ઝડપથી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. પોલીસ લોકોને દમ મારીને અહીં ના કરવાના કામો કરી રહી છે, આવા અનેક કિસ્સાઓ તેમની નજર સામે બન્યાં છે.અગાઉ પણ રાજકોટમાં વિવાદીત જમીનોના કેસોમાં અને ડૂબેલા નાણાં મામલે પોલીસ લોકો પાસેથી રૂપિયા પડાવતી હોવાની ફરિયાદો ઉઠી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch