Mon,18 November 2024,10:01 am
Print
header

રાજકોટમાં બનેવીની હત્યા કરીને સાળાઓએ સગી બહેનનો સંસાર ઉજાડ્યો, જાણો શું હતું કારણ ?

રાજકોટઃ શહેરમાં પત્નીની આંખોની સામે પતિની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે.પતિની હત્યા બીજા કોઈએ જ નહીં પરંતુ પત્નીના સગાભાઈ તેમજ પિતરાઈ ભાઈઓ તેમજ તેના માણસોએ કરી છે. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિજય ઉર્ફે વિજલો સોલંકી, સાજન પ્રભાતભાઇ સોલંકી, અનિલ ઉર્ફે બચું પ્રભાતભાઇ સોલંકી, સંજય ઉમેશભાઈ રાઠોડ, કેવલ ભરતભાઈ કાવિઠીયા, અશ્વિન ઉર્ફે અની સુરેશભાઇ સોલંકી, દિનેશ ઉર્ફે કાળીયો કિશનભાઇ સોલંકી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસે પકડી પાડેલા આરોપી વિજય ઉર્ફે વીજલો પ્રભાતભાઇ સોલંકી વિરુદ્ધ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 17 જેટલા ગુના દાખલ થઇ ચુક્યાં છે.વિજય 1997થી ગુનાખોરીના રવાડે ચડી ચૂક્યો છે. આરોપી વિરુદ્ધ 302ના અત્યાર સુધીમાં ત્રણ ગુના દાખલ થઇ ચુક્યા છે,હત્યાના પ્રયાસનો એક ગુનો દાખલ થઈ ચૂક્યો છે. ખોખળદળ નદીના કાંઠે અજમેરીની હત્યા કરવામાં આવી હતી. હત્યા બીજા કોઈએ નહીં પરંતુ તેના જ સગા સાળાઓ અને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ પૂછપરછમાં ગુના અંગે કબૂલાત કરતા જણાવ્યું હતું કે સલીમ અજમેરીએ અમારી બહેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. 

અન્ય આરોપી સંજય રાઠોડ વિરુદ્ધ બે ગુના દાખલ થઇ ચુક્યાં છે. મૃત્યું પામનાર સલીમ દાઉદ અજમેરી વિરુદ્ધ ભક્તિનગર તેમજ થોરાળા પોલીસ સ્ટેશનમાં કુલ 11 જેટલા ગુના દાખલ થઇ ચુક્યા છે. આરોપીએ જણાવ્યું છે કે અમારા ઘરે પ્રસંગ હતો જેમાં અમારી બહેન હાજરી આપવા આવતી હતી. તેની જાણ અમારા બનેવી સલીમ અજમેરીને થઈ જતા તે અધવચ્ચેથી જ અમારી બહેનને ઘરે પરત લઇ ગયો હતો. આખરે જેને કારણે અમારા વચ્ચે માથાકૂટ થઇ હતી સલીમને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસ દ્વારા છરી કુહાડી તલવાર તેમજ લોખંડના પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે  કરવામાં આવ્યો છે.  

મૃતકની પત્નીએ જણાવ્યું કે, મારા પ્રથમ લગ્ન અન્ય વ્યક્તિ સાથે થયા હતા. બીજા લગ્ન સલીમ અજમેરી સાથે થયા હતા. લગ્ન બાદ સલીમ મારા ચરિત્ર અંગે શંકા કરતો હતો. મારા પતિને એવી શંકા હતી કે હું જ્યારે મારા માવતરે જાઉં છું ત્યારે જેની સાથે મારા પ્રથમ લગ્ન થયા હતા તે વ્યક્તિને મળવા જાઉ છું. જેના કારણે મારો પતિ મને મારા માવતરના ઘરે પ્રસંગમાં જવા દેતો ન હતો. હવે આ કેસમાં પોલીસે આરોપીઓને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch