Sat,16 November 2024,1:50 pm
Print
header

રાજકોટ CP મનોજ અગ્રવાલે અનેક ખેલ પાડ્યાં છે ! MLA તોડકાંડની 12 જેટલી ફરિયાદો લઇને CM ને મળશે- Gujarat Post

રાજકોટ પોલીસ કમિશનર ઓફિસ બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન 

 

રાજકોટઃ પ્રજાના રક્ષણ માટે મુકેલી પોલીસ જ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે જનતા પાસે હેરાન થવા સિવાય કોઇ જ વિકલ્પ હોતો નથી, IPS અધિકારી મોટા મોટા તોડ કરે છે અને વેપારી કે જનતા પણ કંઇ બોલી શકતી નથી, આવા તો અનેક કિસ્સાઓ છે કે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ લોકોને દમ મારીને લાખો રૂપિયાના તોડ કરે છે. જો કે રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હવે જનતાની સાથે દેખાઇ રહ્યાં છે, તેમને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને જાણ કરી છે કે રાજકોટ સીપી મનોજ અગ્રવાલે તેમના અન્ય પોલીસકર્મીઓ સાથે મળીને 75 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો. આ અધિકારીએ લોચાવાળી જમીનને લગતા પણ અનેક કેસોમાં મલાઇ ખાધી છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલ સિવાય ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાએ પણ સ્વીકાર્યું છે કે  મનોજ અગ્રવાલે અનેક તોડ કર્યાં છે, હવે ધારાસભ્ય ગોવિંદ પટેલ અન્ય 12 જેટલી આવી જ તોડકાંડની ફરિયાદો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને ન્યાયની માંગ કરવાના છે. ભાજપ માટે પણ આ મુદ્દો આબરૂ બચાવવા જેવો જ છે, વિધાનસભાની ચૂંટણી પહેલા જ તોડબાજ પોલીસ અધિકારીના કારનામા સામે આવતા જનતા પણ રોષે ભરાઇ છે, માંગ થઇ રહી છે કે આવા તોડબાજો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ રાજકોટ પોલીસ કમિશનર ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરણા કર્યાં હતા, અને આવા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે અનેક કાર્યકર્તાઓની અટકાયત કરતા કોંગ્રેસ પણ રોષે ભરાઇ છે, હવે આ મામલે ભ્રષ્ટ પોલીસકર્મીઓ પર કાર્યવાહી નહીં કરાય તો ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch