Sun,17 November 2024,2:17 pm
Print
header

રાજકોટઃ ડીજીના CI સેલે ક્રિકેટ મેચના સટ્ટા પર કર્યાં દરોડા, સ્થાનિક પોલીસને પછી પડી ખબર

(પ્રતિકાત્મક તસવીર)

રાજકોટઃ રંગીલા રાજકોટમાં સટ્ટાના ગોરખધંધા સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહ્યાં હતા, જેથી સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને ગાંધીનગરથી ડીજીના સીઆઈ સેલે રેડ પાડી છે મળતી વિગત પ્રમાણે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર થી સીઆઇ સેલે દરોડા પાડતા સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. સ્થાનિક પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ સ્થળ પર પહોંચતા તેમને પણ બેસાડી દેવાયા હતા, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નામચીન બુકી દ્વારા ક્રિકેટ સટ્ટો રમાડાતો હોવાની ચોક્કસ માહિતીને આધારે શનિવારે રાત્રે 8.30 વાગ્યાના અરસામાં ગાંધીનગરથી સીઆઇ સેલની ટીમના અધિકારીઓ ત્રાટક્યા હતા.

સીઆઇ સેલની ટીમને જોતા જ બુકી પણ અચંબિત થઇ ગયો હતો, તેણે પોતાના લાગતા વળગતા પોલીસ અધિકારીને ફોન કરી મામલો થાળે પાડવાના પ્રયાસ કર્યાં હતા, પરંતુ ડી.જી.ની સ્ક્વોડ હોવાથી સ્થાનિક પોલીસે મધ્યસ્થી બનવાથી હાથ ઊંચા કરી દીધા હતા.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ પણ દરોડા સ્થળે પહોંચ્યા હતા, સટ્ટાની રેડ ચાલુ હતી ત્યારે બે કોન્સ્ટેબલ આવતા સીઆઇ સેલના સ્ટાફે તે બંન્નેને બેસાડી દીધા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ નામચીન બુકી સહિત પાંચ લોકોને સીઆઇ સેલે સકંજામાં લીધા હતા, લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch