ખોડિયાર ચેમ્બરમાં બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સની બહાર લાશો મળી
રાજકોટઃ રજપુતપરામાં સહકારનગર મેઇન રોડ પર રહેતા કડવા પટેલ પરિવારના પિતા-પુત્રએ સાથે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા પાછળનું કારણ આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમાં રૂપિયા 3 લાખના દેવાથી કંટાળીને પિતા-પુત્રએ જીવન ટૂંકાવ્યું હોવાનું ચર્ચાય છે.ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસ પહોંચી ગઇ હતી.
રજપુતપરામાં આવેલા ખોડીયાર ચેમ્બરમાં બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સ ઓફીસ નં. 233ની બહાર તેમની લાશ પડી હોવાની જાણ થતા એ ડીવીઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના ખિસ્સામાં તપાસ કરતાં આઇકાર્ડ મળી આવ્યાં હતા, જેમાં મૃતક સહકારનગર મેઇન રોડ પર બીએસએનએલની ઓફીસ સામે રહેતા પ્રતાપભાઈ અરજણભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. આ ઘટનાની પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
https://www.gujaratpost.in/news/listing/Gu
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યા બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
NRI દીપકભાઈ પટેલની ધંધામાં પાર્ટનરે જ કરી હતી હત્યા, નફાની વહેંચણીને લઈ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08