Sat,16 November 2024,9:55 pm
Print
header

માતાના મોબાઇલ વળગણે લીધો બાળકીનો જીવ ! દોઢ વર્ષની બાળકી ચોથા માળેથી નીચે પટકાતા મોત

પુનાથી આવીને હોટલમાં રોકાયો હતો આ પરિવાર 

રાજકોટઃ ગોંડલ રોડ પર ખાનગી હોટેલનાં ચોથા માળેથી નીચે પટકાતા દોઢ વર્ષની બાળકીનું મોત થઇ ગયું છે. સમગ્ર ઘટનાના CCTV માં કેદ થયેલા દૃશ્યો સામે આવ્યાં છે. હોટલના સ્ટાફે જણાવ્યાં અનુસાર બાળકી ચોથા માળે રમી રહી હતી ત્યારે તેની માતા મોબાઇલમાં વ્યસ્ત હતી. રાજકોટમાં સગાઈ પ્રસંગ હોવાથી સંબંધીએ હોટલનાં ચોથા માળે રૂમ બુક કરાવ્યો હતો. ઘટનાને પગલે માસૂમ બાળકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.પરંતુ અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત થઇ ગયું છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

માનસીબેન કાપડિયા પુનાથી રાજકોટમાં સગાઈ પ્રસંગ આવ્યાં હતા, ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવિન્ટા હોટલમાં ચોથા માળે રોકાયા હતા.તેમની પુત્રીનું નામ નિત્યા હતું. આજે માતા-પુત્રી રૂમમાં હતા અને રમી રહેલી નિત્યા ક્યારે બારી નજીક જતી રહી તેનો ખ્યાલ જ ન રહ્યો.પુત્રીનાં મોતની જાણ થતા માતા આઘાતને કારણે બેહોશ થઈ જતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch