Sun,17 November 2024,11:09 am
Print
header

તમે પણ ACB ઓફિસ પહોંચો, GST ના લાંચિયા અધિકારી કનારાએ તમને પણ લૂંટ્યા હોય તો આપો અરજી

વિક્રમ કનારાના ઘરેથી 7 લાખ રૂપિયા રોકડ મળી, બેનામી સંપત્તિ મળી શકે છે 

અગાઉ ભોગ બનેલા વેપારીઓ એસીબીનો સંપર્ક કરી શકે છે 

રાજકોટઃ લોખંડના વેપારીની ગાડીઓ પકડીને ઇ-વે બિલ અને અન્ય ડોક્યુમેન્ટ ખોટા હોવાના નામે રૂપિયા પડાવનારો જીએસટી અધિકારી વિક્રમ કનારા એસીબીના સકંજામાં આવી ગયો છે આ ગેંગે વેપારી પાસે 8 લાખ રૂપિયાની લાંચ માંગી હતી બાદમાં 4 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરીને 50 હજાર રુપિયા પડાવી લીધા હતા, ગઇકાલે 3.50 લાખ રૂપિયાની લાંચમાં આ ગેંગના 3 સભ્યો એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયા છે. 

ACB એ વિક્રમ કનારાના ઘરે સર્ચ ઓપરેશન કરતા 7 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે આ લાંચિયા અધિકારીએ કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી હોવાની આશંકા છે જેની તપાસ જરૂરી છે અગાઉ અનેક ટાઇલ્સના વેપારીઓ અને અન્ય કોમોડિટીનો વેપાર કરનારાઓ પાસેથી કનારા અને તેની ગેંગે રીતસરની લૂંટ ચલાવી હતી, જેથી જેમની પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવ્યાં છે તેવા લોકોએ હવે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો જોઇએ, જો તમારી પાસે પણ લાંચ લેવાઇ છે તો તમે રાજકોટ એસીબી ઓફિસે પહોંચી જાવ અને પુરાવા સાથે અરજી પણ કરી શકો છો, જો તમે આજે ચૂપ રહેશો તો આવા ભ્રષ્ટ ઓફિસરો તમારૂ લોહી પીતા રહેશે, આવા અધિકારીઓને કારણે અનેક વેપારીઓ હેરાન હેરાન થઇ ગયા છે.

કનારાના જેવા લાંચિયાઓ સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે જેથી અન્ય ભ્રષ્ટ અધિકારીઓ પણ લાંચ લેતા પહેલા અને વેપારીઓને હેરાન કરતા પહેલા સો વખત વિચારશે, મોરબી, રાજકોટમાં જેના નામનો આતંક હતો તેવા વિક્રમ કનારા સામે જીએસટીના જ કેટલાક ઉચ્ચ અધિકારીઓમાં રોષ હતો, આ ભ્રષ્ટ અધિકારી સામે જીએસટીના કેટલાક ઇમાનદાર અધિકારીઓ બોલી શકતા પણ ન હતા, કારણ કે અમદાવાદ જીએસટી કમિશનર ઓફિસ સુધી કનારાના છેડા હતા, ચર્ચાઓ છે કે તેના ભ્રષ્ટાચારની કમાઇમાં કોઇ ઉચ્ચ અધિકારીને પણ 15-15 દિવસની રિસાયકલમાં રૂપિયા પહોંચતા હતા, જો એસીબી આ મામલે ઉંડી તપાસ કરે તો આ વખતે મોટી માછલી પણ ફસાય જાય તેમ છે.

શું હતો મામલો ?
 
રાજકોટ અને મોરબીની આસપાસ વિક્રમ દેવરખી કનારાનો ત્રાસ વધી રહ્યો હતો, રાજય વેરા અધિકારી કનારા, વર્ગ-2, નાયબ રાજય વેરા કમિશનરની કચેરી, સહિતના કેટલાક અધિકારીઓએ આતંક ફેલાવી દીધો હતો, ખાસ કરીને ટાઇલ્સના ધંધા સાથે જોડાયેલા અનેક વેપારીઓ પાસેથી આ અધિકારીઓએ લાખો રૂપિયા પડાવી લીધા છે.

વિક્રમ કનારા, અજય શીવશંકર મહેતા, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩, નાયબ રાજય વેરા કમિશનરની કચેરી, અન્વેષણ-10, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજકોટ, સાથે જ નિવૃત અધિકારી મનસુખ બચુભાઇ હીરપરાને એસીબીએ ઝડપી લીધા છે.  

ફરીયાદીની પેઢીનો માલ બે ટ્રકમાં રાજકોટથી બામણબોર જી.આઇ.ડી.સી ખાતે જતો હતો, કનારા અને મહેતાએ બંને ટ્રકોને રોકીને માલનું ઇ-વે બિલ સહિતના કાગળો ખોટા હોવાનું જણાવીને જીએસટીની કલમ હેઠળ ડીટેઇન કરવાનું કહીને ધમકી આપી હતી. ફરીયાદીએ આ બિલ સાચા હોવાના પુરાવા આપ્યાં હતા તેમ છંતા આ લાંચિયાઓએ પહેલા તો 8 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

બાદમાં 3.50 લાખ રૂપિયામાં બધુ નક્કિ થયું હતુ જેમાં નિવૃત અધિકારીએ 50 હજાર રૂપિયા લઇ લીધા હતા, બાકીના 3.50 લાખ રૂપિયા માટે વેપારીને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, આખરે ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા આરોપીઓ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. હાલમાં ત્રણેય લાંચિયાઓના નિવાસસ્થાને સર્ચ ચાલી કહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch