Sun,17 November 2024,3:12 am
Print
header

રાજકોટની હોટલ ઇમ્પિરીયલ ફરી વિવાદમાં, રૂમ નંબર 605 માંથી જુગાર રમતા 10 ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચના PI વિરલ ગઢવી અને તેમની ટીમનું ઓપરેશન 

 

થોડા સમય પહેલા આ જ રૂમમાંથી યુવતીનો નગ્ન ડાન્સનો વીડિયો થયો હતો વાઇરલ

રાજકોટઃ થોડા સમય પહેલા જ યુવતીનો નગ્ન ડાન્સ કરતો વીડિયો જે હોટલમાંથી બનાવીને વાઇરલ કરાયો હતો, તે જ હોટલમાં હવે જુગારધામ ઝડપાયું છે, પોલીસે દરોડા કરતા 10 શખ્સોને ઝડપી લેવામાં આવ્યાં છે. બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા કરતા હોટલ ઇમ્પિરીયલના રૂમ નંબર 605માં જુગાર રમી રહેલા શખ્સો ઝડપાઇ ગયા છે. થોડા સમય અગાઉ યુવતીના નગ્ન ડાન્સનો વીડિયો આ જ રૂમમાંથી બનાવાયો હતો, અન્ય કોઇ બિલ્ડીંગમાંથી રાતના સમયે આ વીડિયો બનાવાયો હતો, વીડિયો વાઇરલ થયા પછી પોલીસે હોટલમાં જઇને આ કેસની તપાસ શરૂ કરી હતી

હાલના દરોડામાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મોરબીના રાતૈયા ગામના નરેન્દ્રસિંહ ભાવુભા જાડેજાએ અહીં જુગારધામ શરૂ કર્યું હતુ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ વિરલ ગઢવી અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે, પોલીસે 10 લાખ રૂપિયા રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે, અહીથી ફોર્ચ્યૂનર સહિતની લક્ઝુરીયર્સ કાર પણ જપ્ત કરવામાં આવી છે, પોલીસ તપાસ કરી રહી છે કે છેલ્લા કેટલા સમયથી આ હોટલમાં જુગારધામ ચાલી રહ્યું હતુ.

આરોપીઓના નામ

1. નરેન્દ્રસિંહ જાડેજા
2. રાજુ મહેતા
3. અરવિંદ ફળદુ 
4. કમલેશ પોપટ
5. ભરત દલસાણીયા
6. પ્રદીપ ચાવડા
7. મનીષ સોની
8. કરણ પરમાર
9. રસિક ભાલોડીયા
10. વિપુલ પટેલ 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch