Sat,16 November 2024,4:05 pm
Print
header

આડા સંબંધોની આશંકા, જસદણમાં માત્ર 4 મહિનાના લગ્નજીવન પછી પતિએ પત્નીની કરી હત્યા - Gujarat Post

રાજકોટઃ જસદણમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. પતિને પત્ની ઉપર શંકા જતા તેને ગળું દબાવીને પતાવી દીધી હતી.રાત્રે પતિ પત્ની વચ્ચે મોટો ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલ પતિએ તેની પત્નીને ગળું દબાવીને હત્યા કરી નાખી. પતિ પત્ની રૂમમાં ઝઘડતા હતા અને બહાર સૂતેલા તેના માતા આ બધું સાંભળતા હતા. તેમને તે વાતની ખબર ન હતી કે આ બનાવ આવું પણ સ્વરૂપ લઇ લેશે. થોડીવારમાં પુત્રએ રૂમમાંથી બહાર આવીને માતાને કહ્યુ કે, મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે.પોતે કરેલી પત્નીની હત્યા અંગે પોલીસને જાણ કરીને તે જસદણ પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયો હતો.

જસદણના રહેવાસી એહમદશા બચુભા પઠાણના લગ્ન આશિયાના નામની યુવતી સાથે 4 મહિના પહેલા જ થયા હતા.કેટલાક દિવસોથી એહમદશાને શંકા હતી કે તેની પત્ની બીજા અન્ય પુરુષ સાથે વાતો કરે છે. રાત્રે પત્ની આશિયાના સાથે આ બાબતે મોટો ઝઘડો થયો અને ગુસ્સામાં તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. એહમદશા જસદણ પોલીસમાં હાજર થઇને તેણે હત્યા કરી છે તેવી કબૂલાત પણ કરી હતી.જસદણ પોલીસે બંને પતિ અને પત્નીના મોબાઇલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch