Sun,17 November 2024,4:13 pm
Print
header

પડોશીએ જ પોત પ્રકાશ્યું, રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવીને એક સંતાનના બાપે આચર્યું દુષ્કર્મ

પ્રતિકાત્મક ફોટો

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે એક સંતાનના પિતાએ એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યુ છે. રૈયાધાર વિસ્તારમાં એક સંતાન પિતા અને વિકૃત માનસ ધરાવતા આ શખ્સે પાડોશમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અનેક વખત દુષ્કર્મ કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

શનિવારે સગીરાના પિતા પાડોશમાં રહેતા પરબત ડાકીના ઘરે તપાસ કરવા ગયા હતા. ત્યારે પુત્રીના ચપ્પલ ત્યાં જોતા ઘરમાં જઇ બોલાવવા જતા અંદર દૃશ્ય જોઇ પોતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.પરબત પુત્રી સાથે ન કરવાનું કરતો જોવા મળ્યો હતો. પરબત પોતાને જોઇ જતા તે ભાગી ગયો હતો. બાદમાં પુત્રીને ઘરે લઇ જઇ તેને ઠપકો આપતા તે ચોધાર આંસુએ રડવા લાગી હતી અને સમગ્ર વિગત જણાવી હતી.

સગીરાએ કહ્યું કે 6 મહિના પહેલા તમારા મોબાઇલમાં ફોન આવ્યો હતો. તમે સુતા હોવાથી મેં ફોન ઉપાડ્યો હતો. ફોનમાં પરબતભાઇ બોલતા હતા. હજુ પોતે કંઇ બોલે તે પહેલા તેને હું તને પ્રેમ કરું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.ત્યાર બાદ તે પોતાની સાથે વાત કરવા તેના ઘરે બોલાવતા હતા.એક વખત પરબતભાઇના ઘરે કોઇ ન હતું ત્યારે મને ઘરે બોલાવીને બળજબરી કરીને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં પોલીસે ગુનો નોંધીને આ કેસની તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch