Sat,16 November 2024,8:07 pm
Print
header

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ લીક થયેલા B.COM ના પેપરની પરીક્ષા કરી રદ્દ, એક પ્રિન્સિપાલ સહિત 8 ઝડપાયા- Gujarat Post

રાજકોટઃ રાજ્યમાં હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટી જતા તેને રદ કરાયું હતું, હવે વધુ એક પરીક્ષાનું પેપર ફૂટતા તે પરીક્ષા પણ રદ્દ થઈ ગઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું B.Com. સેમેસ્ટર ત્રણનું અર્થશાસ્ત્રનું પેપર લિક થયું હતું. રાજકોટની ગીતાંજલી અને અમરેલીના બાબરાની એક કોલેજમાં આ પેપર ફૂટ્યું હતું. હેડ ક્લાર્ક પેપર લીક કાંડ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ બહાર લાવ્યાં હતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ પેપર ફુટ્યું હોવાની ફરિયાદ પણ આમ આદમી પાર્ટીએ જ કરી હતી,રાજકોટની ગીતાંજલિ કોલેજના એક ગ્રુપમાં આ પેપર ફરી રહ્યું હતુ, આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે 10 વાગ્યે પેપર હતું અને ગ્રુપમાં આ પેપર સવારે 9 વાગ્યે જ લીક થઈ ગયું હતું.

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર પ્રિન્ટિગ પ્રેસ સૂર્યા ઑફસેટમાં છપાયું હતુ તે જ જગ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ પેપર છપાયું હતું. પેપર લીક કરનાર બાબરા કોલેજના પ્રિન્સિપાલ અને ક્લાર્ક સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બહાર નીકળ્યાં બાદ તેના અસલી પેપર સાથે સરખાવ્યાં પછી યુનિવર્સિટી ખાતે કુલપતિને આપના નેતાઓએ રજૂઆત કરી હતી. બાદમાં કુલપતિ ડો.નીતિન પેથાણીને લેખિત રજૂઆત કરી હતી. તેમણે પણ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે પેપર લીક બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ પેપરની પરીક્ષા રદ્ કરી છે. આગામી 3 તારીખે ફરી પેપર લેવામાં આવશે.જો આ કાંડમાં કોલેજના અન્ય કોઇ સ્ટાફની  સંડોવણી હશે તો આરોપીઓ સામે કડક પગલાં લેવાશે. હાલમાં આ પેપર ગ્રુપમાં ક્યાંથી આવ્યું હતુ તેની પોલીસે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch