Mon,18 November 2024,5:56 am
Print
header

રાજકોટમાં સર્વિસ રિવોલ્વરથી સગર્ભા પત્નીની હત્યા કરનારા PSIને કોર્ટે શું ફટકારી સજા ?

રાજકોટઃ શહેરની રામનાથપરા પોલીસ લાઈન ખાતે પીએસઆઈ ક્વાર્ટરમાં બી-ડિવિઝનના સબ ઈન્સ્પેક્ટર હીરેનસિંહ પરબતસિંહ પરમારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પત્ની રસિલાબેન ઉર્ફે રશ્મિ (28)ની કરપીણ હત્યા નિપજાવ્યાનું પૂરવાર માનીને કોર્ટે સસ્પેન્ડ પીએસઆઈને આજીવન કેદની સજા ફટકારી છે.હત્યાના ગુના ઉપરાંત શારીરિક-માનસિક ત્રાસ, પૂરાવાનો નાશ તેમજ આર્મ્સ એક્ટની કલમો હેઠળ પણ સજા તથા દંડ કરવામાં આવ્યો છે.

2013માં 23મી જાન્યુઆરીએ સબ ઈન્સ્પેક્ટર હિરેન પરમારે સરકારી ક્વાર્ટરમાં સરકારી હથિયારમાંથી જ પત્ની રસિલા પર ફાયર કરતાં છાતી પર ડાબી તરફ ગોળી ખૂંપી જવાથી સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હતું. અલબત્ત, હિરેને પોતે આ હત્યાથી અજાણ હોવાનું અને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યાનું રટણ કર્યું હતું. પરંતુ પુરાવાઓ તેની વિરુદ્ધ હતા અને જાણે પાપ છાપરે ચડી પોકાર્યું હતું.

રાજકોટ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર હીરેન પરમાર સગર્ભા પત્ની રસિલાના ચારિત્ર્ય પર શંકા-કુશંકા કરતો હતો. આવા ઝઘડાના કારણે જ બનાવના દિવસે બપોરે પત્ની પોતાના પિયર કોડીનાર હતી, પરંતુ હિરેનને કોઈએ જાણ કરી દેતાં તે બસ સ્ટેન્ડ દોડી જઈને ત્યાંથી પત્નીને પાછી લઈ આવ્યો અને ક્વાર્ટરમાં તેને પુરી દઈ બહાર તાળું મારીને જતો રહ્યો હતો.બાદમાં રાતે ઘરે પરત ફરી હત્યા કરી નાખી હતી.

જેનો ચુકાદો આવી જતાં પરિણીતાના પરિવારે દીકરીને ન્યાય મળ્યાની લાગણી અનુભવી હતી. હિરેન પરમારને વિવિધ કલમો હેઠળ કોર્ટે દોષી જાહેર કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch