Sun,17 November 2024,10:54 am
Print
header

રાજકોટઃ ખીરસરા નદીમાં ન્હાવા પડેલા મેડિકલ કોલેજના 2 વિદ્યાર્થીઓ ડૂબ્યા

રાજકોટઃ લોધિકા તાલુકાના ખીરસરા ગામે નદીમાં બે વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં ગરકાવ થતા બંનેના મોત થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. બંનેના મૃતદેહોને બહાર કાઢ્યા બાદ રાજકોટ ગ્રામ્ય પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને મૃતકો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પીડીયુ મેડિકલ કોલેજના વિદ્યાર્થી હતા.

રવિ રાઠોડ અને ચિરાગ ડામોર નામના બે વિદ્યાર્થીઓ ખીરસરા ગામ પાસે વીશીય ગામ પાસેની નદીમાં ન્હાવા પડ્યા હતા. બન્નેના ડૂબી જવાથી મોત થયા છે. રાજકોટ ગ્રામ્ય પોલીસને ઘટનાસ્થળ પરથી કપડા, વોલેટ અને બાઇક મળી આવ્યું છે. પોલીસે બંનેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી છે. તેમના મોતથી તેમના પરિવારમાં અને કોલેજમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch