Sun,17 November 2024,11:57 pm
Print
header

ગર્વ છે તમારા પર, સોશિયલ મીડિયામાં રાજકોટ રૂરલ પોલીસનો સેવાનો વીડિયો વાયરલ

પોલીસે વૃધ્ધાને પોતાના ખંભા પર લીધા અને સ્થંળાતર કરાવ્યું

રાજકોટઃ ગ્રામ્ય પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજકોટ જિલ્લાના પડધરીમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી દરમિયાન પોલીસે સમજાવટથી લોકોને મનાવ્યા હતા. વૃધ્ધા ચાલી શકવામાં સક્ષમ ન હોવાને કારણે એક પોલીસકર્મીએ તેમને ખંભા પર ઉચકી લીધી હતી તેમને સેલ્ટર હાઉસ લઇ ગયા હતા.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે પોલીસની આ કામગીરીને લોકો સલામ કરી રહ્યાં છે. 

ગુજરાત કોરોનાની સાથે તૌકતે વાવાઝોડાના જોખમ સામે પણ લડી રહ્યું છે. પોલીસે કોરોનાની ચિંતા કર્યા વિના વૃધ્ધાને પોતાના ખંભા પર સલામત સ્થળે ખસેડ્યા હતા.આ બંને જવાનોના નામ જંસવત માંડલોડીયા અને સુભાષ ડાભી છે. જેઓએ પોલીસ વિભાનું નામ રોશન કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch