Sat,16 November 2024,6:27 am
Print
header

ભણતરનો ભાર.. રાજકોટમાં ધો-12ની વિદ્યાર્થિનીએ પરીક્ષાના ડિપ્રેશનમાં મોત વ્હાલું કર્યું- Gujarat Post

રાજકોટઃ અગાઉ કોરોનાની મહામારીને કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જોવા મળ્યાં હતા, હવે પરીક્ષાના ટેન્શનને કારણે વિદ્યાર્થીઓમાં આપઘાતના બનાવો સામે આવી રહ્યાં છે, ચોટીલાના ખેરાણા ગામે ધો.12ની વિદ્યાર્થીનીએ નાપાસ થવાના ડરથી ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઝેરી દવા પીધા બાદ વિદ્યાર્થિનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર બાદ તેને દમ તોડી દીધો હતો.  માતાપિતાના લાડથી ઉછેરેલી દીકરીએ આ પગલું ભરતા પરિવારમાં શોકનો માહોલ છે. આ ઘટનાને પગલે હોસ્પિટલના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચીને જરુરી કાર્યવાહી કરી હતી.

ચોટીલાના ખેરાણા ગામે રહેતી ધો.12માં અભ્યાસ કરતી પ્રીતિનું બોર્ડની પરીક્ષાનું પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તેવા ડરથી ઝેરી દવા ગટગટાવી હતી. બાદમાં પિતાને કહ્યું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે,જેથી પરિવાર પ્રીતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના અંગે ચોટીલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પિતા રમેશભાઇ મકવાણા ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch