Sat,16 November 2024,5:59 pm
Print
header

સગા કાકાની હેવાનિયતઃ રાજકોટમાં કાકાના ઘરે રહેવા ગયેલી ભત્રીજીને બિભત્સ વીડિયો બતાવીને કર્યાં અડપલાં- Gujarat Post

તરુણીએ પ્રતિકાર કરતા સગા કાકાએ વીજકરંટ આપ્યો હતો

રાજકોટઃ ટંકારાની વતની અને મોરબીના શકત સનાળામાં સગાકાકાના ઘરે રહેતી 14 વર્ષની તરુણીને બfભત્સ વીડિયો બતાવી કાકાએ અડપલાં કર્યાં હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. તરુણી પર બળજબરીનો પ્રયાસ કરતા તેને પ્રતિકાર કર્યો તો કાકાએ વીજ કરંટ આપ્યો હતો જેથી તરુણીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. તરુણી 4 મહિનાથી શકત સનાળા ગામે કાકાના ઘરે રહેવી માટે ગઇ હતી, 

તરુણીની પરિણીત બહેને જણાવ્યાં અનુસાર તેના પિતાના મૃત્યુ બાદ તે ચાર મહિનાથી કાકાના ઘરે રહેતી હતી. તરુણી પાંચ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરની છે. તરુણીની બહેન અને બનેવી ત્રણ દિવસ પહેલા કાકાના ઘરે આવ્યા હતા, તરુણી વિશે કાકાને પૂછતાં તે પાણી ભરવા ગઇ હોવાનું જણાવ્યું હતું. તરુણીની બહેન અને બનેવી શંકા જતાં ઘરે તપાસ કરી તો તરુણી રૂમમાંથી મળી આવી હતી. 

બહેન-બનેવીએ પીડિતાની પૂછતાછ કરતા જણાવ્યું કે કાકાએ એક દિવસ બીભત્સ વીડિયો બતાવીને શારીરિક અડપલાં કર્યાં હતાં, બળજબરી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.આ ઘટનાની વાત કાકીને કરતા કાકા ઉશ્કેરાઇને સગીરાને લાકડીથી માર માર્યો હતો અને રૂમમાં પૂરી વીજકરંટ આપ્યો હતો. બહેને મોરબી પોલીસને ફરિયાદ કરતા વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch