Sun,17 November 2024,5:03 am
Print
header

રાજકોટઃ પતિએ પત્નીનું કાસળ કાઢી નાખ્યું, પોતે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કહ્યું કે..

રાજકોટઃ જામનગર રોડ પર આવેલા મનહરપુર-1માં રહેતા યુવાને પત્નીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે.પત્નીના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી અવારનવાર તેમની વચ્ચે ઝઘડા થતા હતા. કંટાળીને પતિને પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી, બાદમાં યુવકે પોતે પોલીસને ફોન કરીને જણાવ્યું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે તો હું કઇ જગ્યાએ હાજર થાઉં. પોલીસે આરોપી પતિની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે. 

શૈલેષ ભુપતભાઈ પંચાસરા(ઉ.વ.25) નામના યુવાનનો પોલીસ કન્ટ્રોલ રૂમ પર ફોન આવ્યો હતો. તેને ફોન પર કહ્યું કે ‘મારી પત્ની ચારિત્રહીન છે તેના લફરાંથી કંટાળીને તેની હત્યા કરી છે. કયા પોલીસ સ્ટેશનમાં હું હાજર થાઉં.' યુવકે પોલીસને સરનામું પણ આપ્યુ હતું. જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પત્નીને છેલ્લા કેટલાક સમયથી અન્ય પુરૂષ સાથે સબંધ હોવાને કારણે પતિએ મોડી રાત્રે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ડ્રાઈવીંગનું કામ કરતા શૈલેષ ભુપત પંચાસરાના લગ્ન ચાર વર્ષ પહેલા ઘંટેશ્વરમાં રહેતી નેહા સાથે થયા હતા તેમના સંતાનમાં એક ત્રણ વર્ષની પુત્રી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch