Sun,17 November 2024,4:54 am
Print
header

ACB એ ઓફિસમાં જ ખેલ પાડી દીધો, નાંદોદના સબ રજીસ્ટ્રાર 2 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

એસીબીની દમદાર કાર્યવાહીથી લાંચિયા કર્મચારીઓ-કર્મચારીઓમાં ફફડાટ 

નર્મદા, રાજપીપળાઃ એસીબીએ વધુ એક સરકારી કર્મચારીને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે. દિલીપ લાભશંકરભાઈ તેરૈયા, સબ રજીસ્ટ્રાર વર્ગ-3, સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદને 2 હજાર રૂપિયાની લાંચ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યાં છે. આ કર્મચારીએ ફરિયાદી પાસે સબ રજીસ્ટ્રારની કચેરીમાં જ લાંચ સ્વીકારી હતી.

એસીબી નર્મદા-રાજપીપળાની ટીમને માહિતી મળી હતી કે સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદ ખાતે દસ્તાવેજની નોંધણી માટે આવતા અરજદારો પાસે 500 રૂપિયાથી લઇને 2000 રૂપિયા સુધીની લાંચ લેવામાં આવે છે. લાંચની રકમ ન આપે તો અરજદારોને ધક્કા ખવડાવી સમયસર દસ્તાવેજ નોંધણી નથી કરાતા, જેમાં આજે કોઇ ડિકોયરનો સંપર્ક કરીને સબ રજીસ્ટ્રારની કચેરી નાંદોદમાં જ આ છટકુ ગોઠવાયું હતુ.

આરોપી કર્મચારી દિલીપ લાભશંકર તેરૈયા સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરીને પંચની હાજરીમાં દસ્તાવેજ કરી આપવાના અવેજ પેટે લાંચની રકમ 2 હજાર લેતા ઝડપાઇ ગયા છે. બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેક્ટર, નર્મદા એસીબી પોલીસ સ્ટેશન અને સુપરવિઝન અધિકારી એસ.એસ.ગઢવી, મદદનીશ નિયામક, વડોદરા એકમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch