Thu,21 November 2024,4:49 pm
Print
header

રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઇને રીવાબા અને નયનબા વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ છેડાયું

રાજકોટઃ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં જાણે રામાયણ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અયોધ્યાના આમંત્રણને લઈને ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજા અને કોંગ્રેસના નેતા અને નણંદ નયનાબા વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે.

રામ મંદિરના અભિષેક માટે કોંગ્રેસના નેતાઓના આમંત્રણને નકારી કાઢતા ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કહ્યું કે ભગવાન શ્રી રામની વાત આવે ત્યારે રાજકારણ ન થવું જોઈએ. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ ભગવાન શ્રી રામ અને કરોડો ભારતીયોની આસ્થાનો પ્રસંગ છે.

કોંગ્રેસના નેતા નયનાબાએ પણ રિવાબાનું નામ લીધા વગર કહ્યું કે અમારે તમારી પાસેથી ભક્તિ અને મૂલ્યો શીખવાની જરૂર નથી. મંદિરનો અભિષેક તેના સંપૂર્ણ નિર્માણ પછી જ થઈ શકે છે. શંકરાચાર્ય અને અન્ય લોકોએ પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કર્યો છે. તમને કર્મકાંડ અને ધર્મમાં કોઈ રસ નથી.

ભાભી અને નણંદ વચ્ચે આ પ્રકારનું શબ્દયુદ્ધ પહેલીવાર નથી થયું. બંને વચ્ચેનો વિવાદ ભૂતકાળમાં પણ ઘણી વખત ચર્ચાનો વિષય બની ચૂક્યો છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજાને ટીકીટ આપી હતી ત્યારે નયનાબાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે મારી ભાભી રીવાબા જાડેજાના જીતવાની શક્યતા ઘણી ઓછી છે. રીવાબા સેલિબ્રિટી છે, પરંતુ લોકો એવા સ્થાનિક નેતાને ચૂંટવા માંગે છે જે લોકો માટે કામ કરે. નયનાબાએ રિવાબા વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી કે તે પ્રચાર માટે બાળકોનો ઉપયોગ કરી રહી છે. ત્યારે ફરી એક વખત ઘરનો આ મામલો સામે આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch