Sat,16 November 2024,1:55 am
Print
header

પયગંબર સાહેબ વિવાદને લઈને રાંચીમાં થયેલા પથ્થરમારામાં બે લોકોનાં મોત, IPS અધિકારી સહિત 10 ઘાયલ- Gujarat Post

રાંચીઃ પયગંબર મોહમ્મદ સાહેબ વિરુદ્ધ  વાંધાજનક ટિપ્પણી બદલ સસ્પેન્ડ કરાયેલા ભાજપ નેતા નુપુર શર્માની ધરપકડની માંગ કરતી હિંસામાં બે લોકોનાં મોત થઇ ગયા છે, 10 લોકો ઘાયલ થયા છે. હિંસામાં એક IPS અધિકારી સહિત પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, વહીવટી તંત્રએ મોડી સાંજે શહેરના કેટલાક ભાગોમાં પ્રતિબંધિત આદેશ લાગુ કર્યો હતો. સારવાર દરમિયાન બે લોકોના મોત થયા છે.મૃતકોમાં 22 વર્ષીય મોહમ્મદ કૈફી અને 24 વર્ષીય મોહમ્મદ સાહિલનો સમાવેશ થાય છે.

રાંચીના કેટલાક વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કર્ફ્યૂ લાદી દેવાયો છે. પોલીસે લાઉડસ્પીકર દ્વારા તેની જાહેરાત કરી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં સાંજે 6.45 કલાકે સ્થિતિ કાબૂમાં આવતા ડેપ્યુટી કમિશનર છબીરંજને બધી જગ્યાએ કર્ફ્યૂની જગ્યાએ મેઇન રોડ સહિત શહેરના અન્ય કેટલાક જ વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવાનો આદેશ જારી કર્યો હતો. હિંસા બાદ વહીવટીતંત્રે સાવચેતીના ભાગરૂપે શુક્રવારે સાંજે 7 વાગ્યાથી શનિવારે સવારે 6 વાગ્યા સુધી રાંચીમાં ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દીધી હતી. જનતાને કોઇ પણ પ્રકારની હિંસા ન કરવા અપીલ કરવામાં આવી છે. 

નૂપુર શર્માની ધરપકડની માગણી કરતાં કેટલાક અસામાજિક તત્વોએ મુખ્ય માર્ગ પર હંગામો મચાવ્યો હતો, હનુમાન મંદિર સુધી પથ્થરમારો કર્યો હતો. જેમાં રાંચીના પોલીસ અધિક્ષક સહિતના પોલીસ કર્મીઓ ઘાયલ છે. ભીડને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા,  હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો.

હિંસા અંગે ચિંતા વ્યક્ત કરતા મુખ્યમંત્રી હેમંત સોરેને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. નમાજ બાદ થયેલી હિંસાની ઘટના ખૂબ જ ચિંતાજનક છે પરંતુ હું લોકોને શાંતિ જાળવવાની અપીલ કરું છું. હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહી  કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch