Sat,16 November 2024,1:54 am
Print
header

મોંઘવારીનો જોરદાર ઝટકો, RBI ના આ નિર્ણયથી હાઉસિંગ અને કાર સહિતની લોન મોંઘી થવાનું નક્કિ- Gujarat Post

લોન ધારકો પર મોંઘવારીનો વધુ એક માર

હાઉસિંગ-કાર સહિતની લોન થશે મોંઘી

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે બેંકો માટે લોન લેવી મોંઘી કરી દીધી છે અને રેપો રેટ 0.50 ટકા વધારીને 4.90 ટકા કર્યો છે. 

મુંબઇઃ ફરી એક વખત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 50 બેઝિસ પોઇન્ટનો વધારો કરીને લોનધારકોને જોરદાર ઝટકો આપ્યો છે.આ વધારા પછી બેંકો હોમલોન અને કાર લોન સહિતમાં વ્યાજદરમાં મોટો વધારો કરશે, થોડા દિવસ પહેલા જ આરબીઆઇએ રેપો રેટમાં વધારો કરતા EMI પણ વધી ગયા હતા. આરબીઆઇએ રેપોરેટ 4.40% થી વધીને 4.90% કરી દીધો છે.

હવે ફરીથી આરબીઆઇના નિર્ણયને પગલે કરોડો લોન ધારકોને મોટો ફટકો લાગ્યો છે, મોદી સરકારના રાજમાં પહેલા એલપીજી, સીએનજી અને પેટ્રોલ-ડીઝલ મોંઘા જ છે અને હવે વ્યાજદરો પણ વધશે, રાષ્ટ્રીયકૃત બેંકો અને પ્રાયવેટ બેંકો થોડા જ દિવસોમાં તેમની લોન મોંઘી કરશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch