Sat,16 November 2024,6:25 am
Print
header

મોંઘવારીનો મોટો આંચકો, RBI એ કર્યો વ્યાજદરમાં વધારો, ઘર અને કારના EMI વધશે - Gujarat Post

હાઉસિંગ અને ઓટો લોન થશે મોંઘી,  RBIએ રેપો રેટ 40 બેસિસ પોઈન્ટ વધારીને 4.40% કર્યો

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સ કરીને બેન્ચમાર્ક પોલિસી રેટમાં અચાનક વધારો કર્યો છે. આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ રેપો દરમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4%નો વધારો કર્યો છે. એટલે કે હવે રેપો દર 4.40% થઈ ગયો છે. ગવર્નર દાસે કહ્યું કે રશિયા અને યુક્રેન યુદ્ધની અસર જોવા મળી રહી છે, યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે સમજી લીધી છે. વધતા જતા ફૂગાવાને ધ્યાનમાં રાખીને RBI હવે બેન્ચમાર્ક દરમાં વધારો કરી રહી છે. તેમને એમ પણ કહ્યું કે મોંઘવારી પણ વધી રહી છે.

આરબીઆઈના ગવર્નરે કહ્યું કે કેન્દ્રીય બેંકે ગયા મહિને જ તેના ઉદાર વલણને પાછું ખેંચવાની વાત કરી હતી. તેમની જાહેરાત બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે RBI બેન્ચમાર્ક દરમાં વધારો કરશે.   રેપો દર એટલે કે રિઝર્વ બેંક બેંકોને લોન આપે છે તે વ્યાજદર છે અને રિવર્સ રેપો દર હેઠળ બેંકોને તેમના નાણાં રિઝર્વ બેંક પાસે રાખવા પર વ્યાજ મળે છે.

કોરોનામાં છેલ્લા બે વર્ષથી આરબીઆઈએ ઉદાર નીતિ જાળવી રાખી હતી. એપ્રિલ 2022 સુધી મોનેટરી પોલિસી કમિટીની અગાઉની 11 બેઠકોથી પોલિસી દરો યથાવત રાખવામાં આવ્યાં હતા. આ મહિનાની શરૂઆતમાં મળેલી બેઠકમાં, MPCએ પોલિસી દર, રેપો દર 4 ટકા અને રિવર્સ રેપો દર 3.35 ટકા પર જાળવી રાખ્યો હતો.હવે પોલિસી દરમાં વધારા બાદ સ્થાનિક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. હવે આરબીઆઈની આ જાહેરાતથી હાઉસિંગ અને ઓટો લોનના વ્યાજ વધશે તે નક્કિ છે. બેંકો હવે લોન મોંઘી કરી શકે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch