Fri,15 November 2024,4:04 pm
Print
header

ફરી મોંઘી થશે તમારી હોમલોન, RBI એ રેપો રેટમાં 0.35 ટકાનો કર્યો વધારો

નવી દિલ્હીઃ આરબીઆઈએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરતા હાઉસિંગ સહિતની લોન મોંઘી થશે, લોન ધારકો પર વધુ ઈએમઆઈ ચૂકવવાનું દબાણ રહેશે. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ છતાં ભારતીય અર્થતંત્ર મજબૂત છે, દેશ રોકાણ માટે આકર્ષક સ્થળ બની રહેશે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા ચાલી રહી છે. ખાદ્યચીજોની અછત અને ઇંધણના ઊંચા ભાવને કારણે ગરીબોને સૌથી વધુ અસર થઈ રહી છે.

શક્તિકાંત દાસે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક ફુગાવો ઊંચો રહે છે. નીતિ દર અંગે અનુકૂળ વલણ પાછું ખેંચવા માટે નાણાંકીય નીતિ સમિતિનું વલણ જાળવી રાખવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા લડાયક રહે છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીની વચ્ચે ભારત દુનિયા માટે આશાનું કિરણ બનીને એક ઉદાહરણરૂપ છે.  રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાનો નિર્ણય બજારની અપેક્ષાને અનુરૂપ લેવામાં આવ્યો છે.

રિઝર્વ બેંકે આ વર્ષે મે મહિનાથી મુખ્ય પોલિસી રેટ રેપોમાં કુલ 1.90 ટકાનો વધારો કર્યો છે. જો કે જાન્યુઆરીથી મોંઘવારી 6 ટકાના આરામ સ્તરથી ઉપર રહી છે. આરબીઆઈ નાણાંકીય નીતિ નક્કી કરતી વખતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર મોટી નજર રાખે છે. 

ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે ASSOCHAM તાજેતરમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ને નાણાંકીય નીતિ સમીક્ષામાં ચાવીરૂપ પોલિસી રેપો રેટમાં થયેલા વધારાને નીચો રાખવા તાકીદ કરી હતી, જેને આરબીઆઇએ આ જાહેરાત સાથે બાજુએ મૂકી દીધી છે. ઉદ્યોગ સંગઠને જણાવ્યું હતું કે વ્યાજના દરમાં વધુ વધારો આર્થિક સ્થિરતા પર અસર કરી શકે છે.

નોંધનિય છે નવો રેપોરેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થયો છે, જેથી હવે હાઉસિંગ અને ઓટો સહિતની લોન મોંઘી થશે.

 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch