મુંબઇઃ મોદી સરકારે વર્ષ 2016માં નોટબંધી કરીને કાળુંનાણું બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સરકારનો આ નિર્ણય નિષ્ફળ જેવો જ રહ્યો છે સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી હતી અને 2000 રૂપિયાની નવી નોટ માર્કેટમાં મુકી હતી. ત્યાર બાદ માર્કેટમાં ચર્ચાઓ થતી હતી કે ગમે ત્યારે દેશમાં 2000ની નોટ પાછી ખેંચાઇ શકે છે જો કે આ વાતમાં કોઇ તથ્ય નથી પરંતુ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી 2000 રૂપિયાની નોટ ઓછી જોવા મળી રહી છે તેના પર હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટથી ખુલાસો કર્યો છે.
નોટબંધીના એક વર્ષ પછી 2017માં રૂપિયા 2000ની નોટ દેશમાં સૌથી વધુ ચલણમાં હતી. માર્કેટમાં 2000ની 33630 લાખ નોટ ચલણમાં હતી તેનું મુલ્ય 6.72 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ હવે માર્કેટમાં 9120 લાખ નોટ ચલણમાં છે જેમાં 27 ટકાનો મોટો ઘટાડો થયો છે. અંદાજે 1.82 લાખ રૂપિયાની 2000 ની નોટ ચલણમાંથી બહાર થઇ છે. કારણ કે છેલ્લા 2 વર્ષથી 2000 રૂપિયાની નોટ છાપવામાં જ આવી નથી, અગાઉ જેટલી નોટ માર્કેટમાં હતી તેના કરતા ઓછી નોટ હાલમાં જોવા મળી રહી છે. નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકોરે પણ જણાવ્યું હતુ કે એપ્રિલ 2019 પછી 2000ની ચલણની નોટ છપાઇ જ નથી. હવે આરબીઆઇ ધીમે ધીમે 2000ની નોટ ઓછી કરી રહી છે. માર્કેટમાં 500, 200 અને 100 રૂપિયાની ચલણી નોટ વધુ છે અને 2000 રૂપિયાની ચલણી નોટ હવે ઓછી જોવા મળી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ગોધરાકાંડને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી કોઇ વાત કરી, ધ સાબરમ રિપોર્ટ ફિલ્મનો વીડિયો શેર કરીને કહ્યું સત્ય સામે આવે જ છે | 2024-11-17 18:08:23
સુરતઃ જમાઈને ફસાવવા માટે સસરાએ રચ્યું ખતરનાક કાવતરું, ભાજપ, આરએસએસને જડમૂળથી ઉખેડી નાખવાની પત્રિકા કરી વાયરલ | 2024-11-17 17:43:24
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58