Fri,15 November 2024,6:40 pm
Print
header

ટેરર ફંડિગ પર મોટી કાર્યવાહી, RBI એ બેંકોને કહ્યું આ 10 આતંકીઓ અને સંગઠનોની બેંક ડિટેલ્સ સરકારને આપો- gujarat post

મુંબઇઃ છેલ્લા કેટલાક સમયથી ટેરર ફંડિગને લઇને મોદી સરકાર સતર્ક છે, અનેક સંગઠનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, જે દેશ વિરોધી કામો કરતા હતા, હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 10 આતંકીઓના બેંક ખાતાઓની વિગતો સરકારને આપવા બેંકો અને અન્ય સંસ્થાઓને આદેશ આપ્યો છે, અગાઉ ગૃહ મંત્રાલયે હિઝબુલ મુઝાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા (LET) સહિતના આતંકી સંગઠનોના બેંક એકાઉન્ટ મામલે આરબીઆઇ પાસે માહિતી માંગી હતી, આ બધાને ભારતમાં UAPA હેઠળ આતંકી સંગઠનો જાહેર કરાયા છે.

આરબીઆઇએ જાહેર કરાયેલા નામોમાં હબિબુલ્લાહ મલિક ઉર્ફે સાજીદ જટ્ટ (પાકિસ્તાની), બાસિત અહેમદ રેશી (કાશ્મીરના બારામુલાનો રહેવાસી, હાલમાં પાકિસ્તાનમાં), ઈમ્તિયાઝ અહેમદ કંદુ ઉર્ફે સજ્જાદ(જમ્મુ-કાશ્મીર) નો રહેવાસી અને હાલમાં પાકિસ્તાનમાં છે. ઝફર ઈકબાલ ઉર્ફે સલીમ (પૂંછનો રહેવાસી અને હાલમાં પાકિસ્તાનમાં છે), શેખ જમીલ ઉર-રહેમાન ઉર્ફે શેખ સાહબ (પુલવામા), શ્રીનગરનો બિલાલ અહેમદ બેગ ઉર્ફે બાબર, પૂંછનો રફીક નાઈ ઉર્ફે સુલતાન, ડોડાનો ઈર્શાદ અહેમદ ઉર્ફે ઈદ્રીશ, કુપવાડાનો બશીર અહેમદ પીર ઉર્ફે ઈમ્તિયાઝનો સમાવેશ થાય છે. જેમના બેંક એકાઉન્ટ પર પ્રતિબંધ મુકાયો છે અને તેમને લગતી માહિતી સરકારને ઝડપથી આપવા જણાવાયું છે.

RBIએ રેગ્યુલેટેડ યુનિટ્સ (REs)ને સલાહ આપી છે કે ગૃહમંત્રાલયના નિર્દેશોનું પાલન કરીને આતંકી સંગઠનો અને આતંકીઓના બેંક એકાઉન્ટસની ડિટેલ્સ સરકારને સોંપવામાં આવે, આરબીઆઇએ દેશની અનેક બેંકો, એક્ઝિમ બેંક, સિડબી અને નાબાર્ડને આ આદેશ આપ્યાં છે. નોંધનિય છે કે પાકિસ્તાન સ્થિત અનેક આતંકી સંગઠનો ભારતમાં આતંકવાદ ફેલાવી રહ્યાં છે અને હવે તેમના ફંડ મામલે સરકાર તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch