Mon,18 November 2024,6:18 am
Print
header

હોળી-ધૂળેટી પર દીવ જવાનું વિચારો છે ? પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર..

દીવઃ ગુજરાતીઓ હોળી-ધૂળેટીના પર્વ પર દીવ-દમણ કે આબુ જતા હોય છે. રંગોના આ તહેવારને હવે અઠવાડિયા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે જો તમે દીવ-દમણ જવાનું વિચારતા હોવ તો પહેલા આ સમાચાર ખાસ વાંચી લેજો. દીવ દમણમાં શનિવાર અને રવિવારને લઈને તંત્રએ મોટો નિર્ણય કર્યો છે.

દીવ, દમણ સેલવાસા પ્રશાસને શનિવાર અને રવિવારે, પાર્ક અને બીચ પર્યટકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પ્રશાસને આદેશ કર્યો છે કે ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને હોટલમાં પ્રવેશ આપતા પહેલા કોવિડ ટેસ્ટનો રિપોર્ટ બતાવવો પડશે રિપોર્ટ નેગેટિવ હશે તો જ હોટલમાં એન્ટ્રી મળશે. આ રિપોર્ટ 72 કલાક પહેલાનો હોવો જરૂરી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આગામી આદેશ ન થાય ત્યાં સુધી વીકએન્ડ પર તમામ જાહેર સ્થળો બંધ રાખવામાં આવશે. પ્રશાસને સ્થાનિક લોકોને સલાહ આપી છે કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળ જેવા રાજ્યોની મુલાકાત બને ત્યાં સુધી ન લે. નોંધનીય છે કે, આ ત્રણે રાજ્યો એવા છે જ્યાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. શનિવારે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 40,953 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી શનિવારે 188 લોકોનાં મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,55,284 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,07,332 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,88,394 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,558 પર પહોંચ્યો છે. દેશમાં 4 કરોડ 20 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch