Sat,16 November 2024,10:36 am
Print
header

કરોડો રૂપિયાનું લાલ ચંદન જપ્ત, મુન્દ્રા પોર્ટ પર ટ્રેકટર પાર્ટ્સની આડમાં મોકલાતું હતુ 11.7 ટન લાલ ચંદન- Gujarat Post

(પકડાયેલો લાલ ચંદનનો જથ્થો)

  • પકડાયેલા લાલ ચંદનની અંદાજિત કિંમત 5.85 કરોડ રૂપિયા
  • કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું

કચ્છ: દરિયાઇ સીમામાંથી અનેકવાર કેફી દ્રવ્યો ઝડપાયા છે. બુધવારે મુંદ્રા પોર્ટ પરથી લાલ ચંદનની દાણચોરીની ઘટના સામે આવી છે. DRI દ્વારા અંદાજીત 11.7 ટન લાલ ચંદન એક્સપોર્ટ થાય તે પહેલા જ ઝડપી લેવાયું હતું. લાલ ચંદનના પકડાયેલા જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત 5.85 કરોડ રૂપિયા થવા જાય છે.

છેલ્લા કેટલાક સમયથી અહીંના બંદરે આયાત નિકાસના નામે મિસ ડિકલેરેશન અને દાણચોરીથી પ્રતિબંધિત માલસામાન અને કેફી દ્રવ્યોની હેરાફેરીની ઘટનાઓ વધી રહી છે. લાલ ચંદનના 11.7 ટન જેટલા મોટા જથ્થાને ટ્રેકટરના પાર્ટ્સની આડમાં દેશ બહાર મોકલવામાં આવી રહ્યો હતો. મુંદ્રા પોર્ટ પર સૌરાષ્ટ્ર CFSમાંથી ડીઆરઆઈએ નોઇડાથી રેલવે માર્ગે આવેલા રક્ત ચંદનના જથ્થાને ઝડપી પાડ્યું હતું.

ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા બુધવાર સાંજના સમયે મલેશિયા એક્સપોર્ટ થવા આવેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરાઈ હતી. આ કન્ટેનરમાં ટ્રેકટરના પાર્ટ્સનો જથ્થો હોવાનું ડિક્લેરેશન હતું, પરંતુ તેની જગ્યાએ કંઈક બીજુ જ જતું હોવાના ઈનપુટના આધારે કન્ટેનરને રોકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ હાથ ધરી હતી. જેને ખોલીને ચેક કરતા અંદરથી રક્ત ચંદન હોવાનું બહાર આવ્યું હતું.

ડીઆરઆઈ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં ઝડપાયેલ રક્ત ચંદનનું વજન કરતા 11.7 ટન જેટલો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો અનુસાર 5.85 કરોડ જેટલી કિંમત આ જથ્થાની થવા જાય છે, જેને સીઝ કરીને તપાસ હાથ ધરાઈ છે. આ જથ્થો નોઇડથી આવ્યો હતો, મલેશિયા એક્સપોર્ટ થવાનો હતો, પરંતુ તેવું થાય તે પહેલાજ ડીઆરઆઈએ તેને ઝડપી લીધો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch