Sun,17 November 2024,7:10 pm
Print
header

રિલાયન્સે Jio Phone Next ની કરી જાહેરાત, ગણેશ ચતુર્થીએ થશે લોન્ચ

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 44મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શેરધારકોની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. AGM દરમિયાન મુકેશ અંબાણી 5જી ફોન પણ લોન્ચ કરવાની જાહેરાત કરી, મુકેશ અંબાણીએ કહ્યું ગુગલ અને રિલાયન્સે મળીને જિયોફોન નેકસ્ટ ડેવલપ કર્યો છે. આ ફોન 10 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીથી માર્કેટમાં ઉપલબ્ધ થશે. જિયોફોન નેક્સ્ટ ફૂલી ફીચર્ડ સ્માર્ટોન છે. જે ગુગલ અને જિયોની તમામ એપ્સને સપોર્ટ કરશે. ભારતીય બજાર માટે ખાસ બનાવવામાં આવેલા આ સ્માર્ટફોન પર યૂઝર્સ ગુગલ પ્લે પરથી એપ્સ ડાઉનલોડ કરી શકશે સ્માર્ટફોનમાં શ્રેષ્ઠ કેમેરો અને એન્ડ્રોઈડ અપડેટ પણ મળશે. ફૂલી ફીચર્ડ આ સ્માર્ટફોનને મુકેશ અંબાણીએ ભારતનો જ નહીં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ગણાવ્યો હતો.

તેમણે કહ્યું, જિયો ભારતને 2જી મુક્ત અને 5જી યુક્ત બનાવશે.રિલાયન્સ વેલ્યૂ ચેન પાર્ટનરશિપ અને ફ્યૂચર ટેકનોલોજી પર 15,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.એજીએમ દરમિયાન મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું 2016માં અમે દેશમાં ડિજિટલ ડ્રાઈવ અંતર્ગત જિયો લોન્ચ કર્યો હતો. હવે 2021મા અમે દેશ અને દુનિયામાં ગ્રીન એનર્જીનો નવો બિઝનેસ લોન્ચ કરી રહ્યાં છીએ. અમે રિલાન્ય ન્યૂ એનર્જી કાઉન્સિલ બનાવી છે કંપની 100 ગીગાવોટ સોલર એનર્જી બનાવશે.અમે જામનગરમાં 5000 એકટરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પલેક્સ વિકસિત કરવાનું કામ શરૂ કર્યુ છે. આ બિઝનેસમાં 60,000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch