મુંબઈઃ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ માટે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. અત્યાર સુધીમાં તે 20 ગણો ભરાયો હતો. સંસ્થાકીય રોકાણકારોનો ક્વોટા 55 ગણો અને રિટેલ હિસ્સો 2.69 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જિયો પ્લેટફોર્મ્સ 1 કરોડથી વધુ અરજીઓ મેળવનારો વિશ્વનો પ્રથમ IPO બની ગયો છે. આ પહેલાં આ રેકોર્ડ ભારતની જ વારી એનર્જીસ લિમિટેડના નામે હતો, જેના IPOને લગભગ 97 લાખ અરજીઓ મળી હતી.
IPO પ્રથમ દિવસે એટલે કે 21 ઓક્ટોબરે જ 3.02 ગણો ભરાઈ ગયો હતો. 19.75 કરોડ શેર્સ સામે 59.68 કરોડ શેર્સની માંગ આવી હતી. બીજા દિવસની શરૂઆતમાં સંસ્થાકીય રોકાણકારોના ભારે બિડિંગના કારણે આ આંકડો 3.50 ગણાને પાર પહોંચી ગયો હતો.
જિયોના એક શેરની કિંમત એટલે કે પ્રાઇસ બેન્ડ ₹1,065 થી ₹1,119 હતી. સામાન્ય રોકાણકારે શેર ખરીદવા માટે ઓછામાં ઓછા ₹13,428 રોકવા પડ્યાં છે. જ્યારે વધુમાં વધુ 14 લૉટ એટલે કે 168 શેર્સ માટે અરજી કરી શકાય છે. તેના માટે ₹1.87 લાખ રૂપિયા રાખ્યાં હતા.
લિસ્ટ થતાં પહેલાં કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 23% એટલે કે 258 પ્રતિ શેરના પ્રીમિયમ પર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ મુજબ જોઈએ તો, અપર પ્રાઇસ બેન્ડ ₹1,119 ના આધારે તેનું લિસ્ટિંગ (1119 + 258 = ₹1,377) ₹1,377 પર થઈ શકે છે.













