Mon,18 November 2024,12:00 am
Print
header

રેમડેસિવિરની કાળાબજારી કરનાર ખાનગી હોસ્પિટલના ચાર નર્સ અને સ્ટાફ મેમ્બર્સ ઝડપાયા

ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો
દર્દીના નામે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવીને એક ઇન્જેક્શન રૂ. 27 હજારમાં વેચાણ કરતા હતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત છે. અને બ્લેકમાં આ ઇન્જેક્શન ત્રણથી ચાર ગણી કિંમતે વેચાણ કરવામાં આવે છે સૌથી વધારે સંડોવણી હોસ્પિટલોના સ્ટાફની જ બહાર આવે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ બાતમીને આધારે રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ કરતા ખાનગી હોસ્પિટલના ચાર સ્ટાફ મેમ્બર્સની ધરપકડ કરીને ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કર્યો છે. 

સમગ્ર બનાવની વિગતો એવી છે કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ માહિતી મળી હતી કે સીટીએમ પાસે આવેલી ગાયત્રી હોસ્પિટલમાં કામ કરતો સીરાઝ સીડા નામનો વ્યક્તિ આ ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ કરે છે જેને આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલીને ત્રણ ઇન્જેક્શનની માંગણી કરી હતી જેમાં એક ઇન્જેક્શનના 27 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે આપતા સીરાઝે ઇન્જેક્શનનો સ્ટોક આપ્યો હતો. જેને આધારે તેની અટકાયત કરી લેવાઇ છે. બાદમાં તેની પૂછપરછ કરવામાં આવતા તેણે માહિતી આપી હતી કે ઘોડાસર પાસે આવેલી સાર્થક હોસ્પિટલમાં કામ કરતા કુસુમ શ્રીવાસ્તવ અને આશિષ ક્રિચયન નામના સ્ટાફ મેમ્બર્સ પાસેથી ખરીદી કરી હતી. 

આ બંને લોકો હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પ્રિસ્ક્રિપશન પર રેમડેસિવિર ઇન્જેકશન મંગાવીને એક ઇન્જેક્શન 12 હજારમાં વેચતા હતા. આમ કુલ ત્રણ ઇન્જેક્શન સીરાઝને આપ્યા હતા. કુસુમ શ્રીવાસ્તવ સાથે સાર્થક હોસ્પિટલમાં કામ કરતો ભરત મીણા પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલો હતો. હાલ પોલીસે ચાર લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે અત્યાર સુધી આ આરોપીઓએ કેટલા ઇન્જેક્શન ગેરકાયદેસર રીતે વેચાણ કર્યા છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch