Sat,16 November 2024,4:24 pm
Print
header

રાજપથ પર જોવા મળી ભારતની શક્તિ, ગુજરાતની ઝાંખીની હતી આ ખાસ વાત – Gujarat Post

(ગુજરાતની ઝાંખી)

નવી દિલ્હીઃ દેશ આજે 73મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે.આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજપથ પહોંચ્યાં પછી પીએમ મોદીએ હાથ જોડીને તેમનું સ્વાગત કર્યું. આ પછી રાષ્ટ્રગીત અને 21 તોપોની સલામી બાદ પરેડ કરવામાં આવી.

પીએમ નરેન્દ્ર મોદી 73માં ગણતંત્ર દિવસ પર ખાસ ટોપી અને ગમછામાં જોવા મળ્યાં હતા ખાસ ટોપી ઉત્તરાખંડની છે અને ગમછો મણિપુરનો છે. PM મોદીની ટોપી પર ઉત્તરાખંડનું રાજ્ય ફૂલ બ્રહ્મકમલ પણ અંકિત હતું. આ બે રાજ્યો ઉત્તરાખંડ અને મણિપુરમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાશે. પીએમ નરેન્દ્ર મોદીનો પોશાક આ બંને રાજ્યો માટે સંકેત માનવામાં આવી રહ્યો છે.

પરેડમાં ગુજરાતની ઝાંખીને આદિવાસી આંદોલનની થીમ સાથે બતાવવામાં આવી. ઉત્તર પ્રદેશની ઝાંખીમાં કાશી વિશ્વનાથ કોરિડોરમાં વિકાસનું પ્રદર્શન દર્શાવવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ્ય સરકારની નવી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ નીતિ અને 'એક જિલ્લા એક ઉત્પાદન' પર આધારિત ઔદ્યોગિક વિકાસ નીતિ કૌશલ્ય વિકાસ અને રોજગાર દ્વારા સિદ્ધિ દર્શાવી.

રાજપથ ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડમાં DRDOની વ્યૂહાત્મક પરાક્રમનું પ્રદર્શન કર્યું. આમાં ડીઆરડીઓએ સબમરીન માટે એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમ ટેક્નોલોજી બતાવી છે. ઉત્તરાખંડની ઝાંખીમાં હેમકુંડ સાહિબ ગુરુદ્વારા, ડોબર-ચંટી બ્રિજ અને બદ્રીનાથ મંદિર રજૂ થયા. પંજાબની ઝાંખીમાં સ્વતંત્ર સંગ્રામ દર્શાવાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch