Mon,18 November 2024,11:00 am
Print
header

55 વર્ષ બાદ ગણતંત્ર દિવસની ઉજવણીમાં કોઈ મુખ્ય અતિથિ નહીં, જાણો ઈતિહાસમાં કેટલી વખત થયું છે આમ

નવી દિલ્હીઃ આજે દેશમાં 72મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે લોકતંત્રના આ મહાપર્વની ધૂમધામ અને ભવ્ય રીતે ઉજવણી થાય છે. પરંતુ આ વખતે કોરાનાના કારણે ગણતંત્ર દિવસ સમારોહમાં ઘણો બદલાવ જોવા મળ્યો છે. કોરોના વાયરસના કારણે ચાલુ વર્ષે ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે કોઇ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ તરીકે આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. આ પહેલા પણ ભારતમાં 1952, 1953 અને 1966માં ગણતંત્ર દિવસ પરેડ માટે મુખ્ય અતિથિ નહોતા.

સ્વતંત્રતા બાદ શરૂઆતના દિવસોમાં ગણતંત્ર દિવસ પરેડ માટે કોઈ નિશ્ચત જગ્યા નહોતી. ગણતંત્ર પરેડ લાલ કિલ્લો, રામલીલા મેદાન, કિંગ્સવે અને ઈરવિન સ્ટેડિયમ જેવા વિવિધ સ્થળો પર યોજાતી હતી, પરંતુ 1955માં પરેડનું સ્થળ નક્કી કરવામાં આવ્યું અને રાજપથ પર આયોજિત થવા લાગી.

ભારતમાં વર્ષોથી ગણતંત્ર દિવસ પરેડ માટે મુખ્ય અતિથિ ઉપસ્થિત હોય છે. ભારત અત્યાર સુધી પડોશી દેશો અને રાષ્ટ્રોના રાજકીય નેતાઓના પરેડ માટે આમંત્રિત કર્યા છે. એટલે સુધી કે બે વખત તો પાકિસ્તાનથી મુખ્ય અતિથિ આવી ચુક્યા છે. 1955માં મુખ્ય અતિથિ તરીકે પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ હતા. બંને દેશો વચ્ચે તણાવ હોવા છતાં તેઓ પરેડમાં મુખ્ય અતિથિ હતા. મલિક ગુલામ મોહમ્મદ રાજપથ પર પહેલા અતિથિ હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch